________________
ચતુર્થ ઉદ્દેશ
ચક્ર પૂજન
આ તરફ ભરત ચક્રવતિ અતિથિની જેમ ચક્રરત્નની "ઉત્કંઠાવાળા વિનીતાનગરીના મધ્ય માર્ગ વડે આયુધ શાળામાં જાય છે. ચક્રને જોવા માત્રથી રાજા પ્રણામ કરે છે. ‘ક્ષત્રિયેા શસ્ત્રને પ્રત્યક્ષ અધિષ્ઠાયક દેવની જેમ માને છે.’ ભરતરાજા લેામહસ્તક (= પીછી) લઈને તેને સાફ કરે છે. સ્વામીને એ આચાર છે, તેવા પ્રકારના રત્નને વિષે રજ હાતી નથી.’
'
તે પછી રાજા પવિત્ર જળ વડે, પૂર્વ સમુદ્ર ઉડ્ડય પામતા સૂર્યને જેમ સ્નાન કરાવે, તેમ હવરાવે છે. તે પછી રાજા ગાશીષ ચંદન વડે ગજરાજની પીઠની જેમ પૂજ્યભાવને કહેનારા સ્થાસક (= ૬ણુના આકારના ભૂષણ વિશેષ) તે ચક્ર ઉપર સ્થાપન કરે છે. તે રાજા સાક્ષાત્ જયલક્ષ્મીની જેમ પુષ્પ, ગંધ, ચૂર્ણ વાસ, વસ્ત્ર અને આભૂષણ વડે તેને પૂજે છે. તે રાજા તે ચક્રની આગળ આવનારી આઠ દિશાઓની લક્ષ્મીના મંગલ માટે જ રૂપાના ચાખા વડે જુદા જુદા અષ્ટમંગલ આલેખે છે, તેની આગળ પચવણના પુષ્પા વડે વિચિત્ર ચિત્રભૂમિને