________________
૨૫૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
આકાશમાંથી પડતા એવા તે બલિનો અધ ભાગ વચ્ચેથી ચાતક જેમ વરસાદનું પાણી ગ્રહણ કરે તેમ દેવે ગ્રહણ કરે છે. પૃથ્વી પર પડેલા તે બલિનો અર્થ ભાગ ભરત રાજા ગ્રહણ કરે છે, બાકીને ભાગ ગોત્રના માણસોની જેમ લેકે વહેંચીને ગ્રહણ કરે છે.
આ બલિનું માહાત્મ पुव्वुप्पणा पणासंति, रोगा सव्वे नवा पुणो । छम्मास नेव जायतं, बलिणोऽस्सप्पहावओ ॥
આ બલિના પ્રભાવથી પૂર્વે ઉત્પન્ન થયેલ રોગો નાશ પામે છે, અને છ મહિના સુધી નવા રંગે ઉત્પન્ન થતા નથી
હવે પ્રભુ ઊઠીને ભ્રમરવડે કમળ ખંડની જેમ દેવેંદ્રોવડે અનુસરતા સમવસરણના ઉત્તર દ્વારમાર્ગેથી નીકળે છે. નીકળીને રત્નમય અને સુવર્ણમય કિલ્લાની વચ્ચે ઈશાન ખૂણામાં રહેલા દેવજીંદા ઉપર ભગવાન વિસામે લે છે.
તે વખતે ગણધરના મુખના મંડનભૂત જયેષ્ઠ શ્રી ઋષભસેન ગણધર ભગવંતના પાદપીઠ ઉપર બેસીને ધર્મદેશના કરે છે. “સ્વામીના થાકને દૂર કરે, શિષ્યના ગુણને પ્રકટ કરવા, અને બંનેમાં વિશ્વાસ થાય એ પ્રમાણે ગણધરની દેશનાના ગુણ છે. તે ગણધર ભગવંતે ધર્મદેશના પૂર્ણ કર્યું છતે સર્વે પ્રાણીઓ પ્રભુને નમસ્કાર કરીને પિત–પિતાના સ્થાને ગયા.