________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૩૯
ઉલ્લંઘન કરનારા મુસાફર જેમ ભયસ્થાનને ઉલ્લંઘન કરે તેમ એકદમ ઉલ્લંધન કરે છે. પછી અનિવૃત્તિકરણ વડે અંતરકરણ કરે છતે મિથ્યાત્વના બે ભાગ કરીને કેટલાંક ચાર ગતિનાં પ્રાણીઓ અંતર્મુહૂત કાલ પ્રમાણ જે સમ્યગ્દર્શન પામે છે તે આ નિસ હેતુવાળું સમ્યક્ શ્રદ્ધાન કહેવાય છે અને ગુરુઓના ઉપદેશનું આલમન લઈને ભવ્યજીવાને અહીં જે સમ્યક્ શ્રદ્ધાન થાય છે તે અધિગમથી ઉત્પન્ન થયેલ સમ્યક્ત્વ થાય, જે માટે કહ્યુ
છે કે—
'
जा गंठी ता पढमं गठि समइच्छओ भवे बीय' । अनियीकरण पुण, सम्मतपुरक्खडे जीवे ॥४॥
[વિ બા. ૨૦૩]
જ્યાં સુધી ગ્રંથિ છે ત્યાં સુધી પહેાંચે તે પ્રથમ ચયાપ્રવૃત્તિ કરણ છે, અને ગ્રંથિના ભેદ કરે તે બીજુ અપૂર્વકરણ છે, અને જેને નજીકમાં સમ્યક્ત્વ પ્રાપ્ત થવાનુ છે, તે અનિવૃત્તિકરણ છે. ૩
पावंति खवेऊण, कम्माई अहापवित्तिकरणेणां उवलनायेण कमवि, अभिन्नपुव्वि तओ गठि ॥५॥
'
યથાપ્રવ્રુત્તિકરણ વડે ઉપલન્યાયે (નદીગાલઘાલન્યાયે) કેમે કરીને કર્માં ખપાવીને પૂવે નહીં બેઠેલી ગાંઠ સુધી પહોંચે છે. પ