________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૨૫
એવાં પણ તપે મૂર્ખાઓના ગ્રંથના અધ્યયનની જેમ ફક્ત દુઃખને માટે જ થાય છે.
જે તમારી સ્તુતિ કરે છે અને જે તમને ધિક્કારે છે, તે બંને ઉપર તમે સમાન જ છે, પરંતુ તેઓનું જે ભિન્ન શુભ અને અશુભ ફળ છે, તે જ અમને આશ્ચર્ય પમાડે છે.
સ્વર્ગની લક્ષ્મીથી પણ મને આનંદ નથી, તેથી હે. નાથ! તમારી પાસે આ પ્રાર્થના કરું છું કે “હે ભગવંત! તમારા ઉપર મારી અક્ષય ઘણી ભક્તિ હો.” આ પ્રમાણે સ્તુતિ કરીને, નમસ્કાર કરીને, બે હાથ જોડી ઈંદ્ર સ્ત્રી-પુરુષ-રાજા અને દેવોની આગળ બેસે છે.
મરુદેવાને વિલાપ આ તરફ વિનીતા નગરીમાં વિનીત એવા ભરતેશ્વર રાજા પ્રભાતકાલે મરુદેવા માતાને નમસ્કાર કરવા માટે આવે છે.
પુત્રના વિરહથી ઉત્પન્ન થયેલ નિરંતર આંસુના પાછું વડે ઉત્પન્ન થયેલા નીલિકા (= છારી–આંખને. એક જાતને રેગ) વડે વિલુપ્ત થયાં છે નેત્રકમળ જેનાં એવા પિતામહીને “હે દેવી! આ તમારે જ્યેષ્ઠ પત્ર તમારા ચરણકમળને જાતે નમસ્કાર કરે છે” એ પ્રમાણે જણાવતે ભરત નમે છે. ઋ. ૧૫