________________
૨૧૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
મંદિરને વિષે કિલ્લા સરખા, સ્થૂલ મુક્તામણિમય હારયષ્ટિને હૃદયમાં ધારણ કરતો, પ્રજારૂપી વૃક્ષના અત્યંત મજબૂત નવીન લતાના વીંટાવારૂપ હાથના મૂળ ભાગમાં જાત્યજાંબૂનદના બાજુબંધને ધારણ કરતે, લાવણ્યરૂપી. નદીના તીરે વર્તનારા ફીણ સરખા મણિબંધને વિષે મુક્તામણિમય કંકણોને ધારણ કરતો, સપની ફેણ સરખા હાથમાં બે મોટા મણિના જેવી કાંતિથી પલ્લવિત કર્યું છે આકાશ જેણે એવી બે વીટીને ધારણ કરતા, દેહને વિષે ચંદનનું વિલેપન કરવાથી શરીર અને વસ્ત્રને. ભેદ ન દેખી શકાય એવા અંગમાં લાગેલા સૂક્ષ્મ શ્વેત વસ્ત્રવડે શેભતો, પૂર્ણિમાને ચંદ્ર જેમ ચાંદનીને ધારણ કરે તેમ ગંગાને તરંગના સમૂહની સાથે સ્પર્ધા કરનારની ધાતુમય ભૂમિવડે લેવાયેલા પર્વતની જેમ, વિચિત્ર વર્ણ વડે મને હર અંતરીય વસ્ત્ર વડે શેભ, લક્ષ્મીને ખેંચવામાં કીડાશાસ્ત્રની જેમ મહાબાહુવાળે તે હાથ વડે અંકુશને ભમાવત, બંદિવંદના જય જય શબ્દ વડે પૂરી દીધા છે. દિશાના મુખ જેણે એવો તે સ્વામીના ચરણ વડે પવિત્ર એવા ઉપવનની પાસે આવ્યા.
આકાશમાંથી ગરૂડની જેમ તે બાહુબલિ રાજા. હાથીના સ્કંધ ઉપરથી ઉતરીને છત્ર આદિને ત્યાગ કરીને તે ઉદ્યાનમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને તે ઉદ્યાનને ચંદ્રરહિત આકાશની જેમ, સુધારહિત અમૃતકુંડની જેમ. સ્વામી રહિત જુએ છે. તેથી પ્રભુના મુખચંદ્રના દર્શન માટે આતુર એ તે નેત્રને આનંદ આપનારા પૂજ્યપાદ