________________
૨૦૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
દુંદુભિ વાગે છે. આનંદથી ઉત્પન્ન થયેલ લેકના નેત્રના અઓની વૃષ્ટિ સાથે દેએ કરેલી રત્નની વૃષ્ટિ શ્રેયાંસના મંદિરમાં થાય છે. સ્વામીના ચરણથી પવિત્ર થયેલી પૃથ્વીને પૂજવા માટે જાણે આકાશમાંથી દેવ પંચ વર્ણના પુષ્પોની વૃષ્ટિ કરે છે. દેવો વડે પ્રકાશ કરતા વિચિત્ર વાદળામય જાણે આકાશને કરતા હોય એવા ચામર સરખી વસ્ત્રોની વૃષ્ટિ કરાય છે.
આ પ્રમાણે વૈશાખ સુદ ત્રીજને દિવસે તે દાન અક્ષય થયું. તેથી “અક્ષય તૃતીયા” એ પ્રમાણે પર્વ આજે પણ પ્રવર્તે છે.
આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં સમસ્ત વ્યવહારને માર્ગ જેમ ઋષભ-સ્વામીથી પ્રવર્યો, તેમ પૃથ્વીમાં દાનધર્મ શ્રેયાંસકુમારથી પ્રગટ થયે. - હવે સ્વામીના પારણાથી અને દેવોના આગમનથી વિરમય પામેલા રાજાઓ અને બીજા નગરલકે શ્રેયાંસના ઘરે આવ્યા. તે કચ્છ-મહાકછ આદિ ક્ષત્રિય તાપસો સ્વામીના પારણની વાત સાંભળવાથી અત્યંત હર્ષ પામેલા ત્યાં આવે છે.
રાજાઓ, નગરજન, અન્ય લેકે અને દેશના લોકો રે માંચથી પ્રકુટિલત દેહવાળા થઈ શ્રેયાંસકુમારને કહે છે કે- હે કુમાર! તમે ધન્ય છે, મનુષ્યમાં શિરોમણિ છે, જે કારણથી તમારી પાસેથી સ્વામીએ ઈધુરસ ગ્રહણ કી. અમે સર્વસ્વ આપવા છતાં પણું ગ્રહણ ન કર્યું,