________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૫
જ આ સ્વામી સાથે સ્વયંપ્રભા આદિના ભવમાં હું ભો છું. હમણાં આ સ્વામી મારા પ્રપિતામહ છે. સમસ્ત જગતના પ્રાણીઓને અને મને અનુગ્રહ કરવા માટે પ્રત્યક્ષ મોક્ષની જેમ આવેલા આ સ્વામી આજે મારા વડે પૃદયથી લેવાયા છે.
એ સમયે કોઈક પુરુષે નવા ઈશુરસથી ભરેલા ઘડા હર્ષ વડે કુમારને ભેટ આપ્યા. તે પછી જાતિસ્મરણ વડે જાણી છે શુદ્ધ ભિક્ષાદાનની વિધિ જેણે એવું તે શ્રેયાંસકુમાર પ્રભુને કહે છે કે –“હે ભગવંત! આ કલ્પનીય રસને ગ્રહણ કરે.”
પ્રભુ પણ અંજલિ કરીને પાણિપાત્રને ધારણ કરે છે. તે શ્રેયાંસકુમાર ઈશ્લરસના ઘડા ઉપાડી–ઉપાડીને ભગવંતના કરપાત્રમાં રસ નાંખે છે. ભગવંતના હસ્તપાત્રમાં તે ઘણે એ પણ રસ સમાઈ જાય છે, પરંતુ શ્રેયાંસના હૃદયમાં હર્ષ માતો નથી. તે વખતે સ્વામીની અંજલિમાં આકાશમાં લાગી છે. શિખા જેની એ તે ઈશ્નરસ જાણે જામી ગયે હોય તેમ તંભિત થ. “ખરેખર પ્રભુ અચિંત્ય પ્રભાવવાળા હોય છે.” . તે પછી તે ભગવંતે તે રસ વડે અને સુર–અસુર અને મનુષ્યના નેત્રોએ ભગવંતના દર્શનરૂપી અમૃતરસ વડે પારણું કર્યું.
તે વખતે શ્રેયાંસના કલ્યાણને પ્રસિદ્ધિ કરનાર વૈતાલિકની જેમ આકાશમાં પ્રતિનાદ વડે વૃદ્ધિ પામેલી