SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર કાઈક કહે છે કે–હે પ્રભુ ! સૂર્યના અશ્વ સરખા મારા અશ્વોને ગ્રહણ કરો. આતિથ્યને નહિ ગ્રહણ કરવાથી અમને અચેાગ્ય શા માટે કરે છે ? ૨૦૧ કોઈક એલે છે કે હે નાથ ! જાતિવ ́ત અશ્વો સહિત રથને ગ્રહણ કરા, પ્રભુ પગે ચાલતા હાય ત્યારે આ અશ્વોનુ' અમારે શું કામ છે? કોઈક વિનવે છે કે-અમારાં આ પાકાં આમ્રફળાને ગ્રહણ કરો. પ્રણયીજનની અવજ્ઞા ન કરે. કેાઈક કહે છે કે આ નાગરવેલનાં પાન અને સેાપારી લેા. હું એકાંતવત્સલ ! પ્રસન્ન થાઓ. કાઈક આ પ્રમાણે કહે છે કે હે સ્વામી ! મેં શું અપરાધ કર્યો કે જેથી ન સાંભળતાં હૈ। તેમ ઉત્તર કેમ આપતા નથી ? આ પ્રમાણે પ્રાર્થના કરાતા, અકલ્પનીય હાવા વડે કાંઈપણ ન ગ્રહણ કરતાં પ્રભુ ચદ્ર જેમ જુદા જુદા નક્ષત્રમાં જાય તેમ ઘરે ઘરે જાય છે. તે વખતે પ્રાત:કાલે પેાતાના મહેલમાં રહેલ શ્રેયાંસ પક્ષીઓની જેમ નગરજનાના કાલાહલ સાંભળે છે. ' આ શું છે ? ’ એ પ્રમાણે તેણે પૂછવાથી મુખ્ય દ્વારપાળ આગળ ઊભેા રહી, બે હાથ જોડી આ પ્રમાણે જણાવે છેઃ— જે રાજાઓની માફક, મુગટ વડે પૃથ્વીતળને સ્પર્શ
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy