________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
- ૧૮૭
કરનારા અશ્વો, બીજા પરાક્રમથી દિગ્ગજોને જીતે એવા શ્રેષ્ઠ હાથીઓ, કેટલાક રૂપ–લાવણ્યથી દેવાંગનાઓને પરાભવ કરે એવી કન્યાઓ. કેટલાક વીજળીના ભ્રમને કરનારાં આભરણે, કેટલાક સંધ્યાના વાદળ સરખા જુદા જુદા વર્ણનાં વસ્ત્રો, કેટલાક મંદાર પુષ્પની માળાની સ્પર્ધા કરનારી પુષ્પમાળાઓ, કેટલાક મેરુપર્વતના શિખર સરખા સુવર્ણના રાશિને, વળી કેટલાક બીજા લેકે રોહણાચળની ચૂલા સરખા રત્નના ઢગને આપે છે.
સ્વામી ભિક્ષા ન મળવા છતાં પણ દીનતા રહિત મનવાળા જંગમતીથની જેમ સદા વિહાર કરતા પૃથ્વીને પવિત્ર કરે છે. સાત ધાતુ રહિત દેહવાળા હોય તેમ સુસ્થિત ભગવાન બુધા-પિપાસા આદિ પરિષહોને સહન કરે છે.
પિતાની જાતે દીક્ષા લીધેલા તે રાજાઓ વહાણો જેમ પવનને અનુસરે તેમ સ્વામીને અનુસરતા તેવી જ રીતે વિચારે છે.
કચ્છ-મહાક૭ આદિની ચિંતા હવે તત્ત્વજ્ઞાનથી રહિત એવા તે તપસ્વીઓ સુધા. તૃષા આદિથી પીડા પામેલા તે રાજાએ પોતાની બુદ્ધિ અનુસાર આ પ્રમાણે વિચારે છે –
આ સ્વામી કિં પાકફળની જેમ મધુર ફળોને પણ ખાતા નથી, ખારા પાણીની જેમ મીઠા પાણીને પણ થતા નથી. પરિક (શરીર સંસ્કાર)ની અપેક્ષા વગરના.