________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૩
સ્વામિના ચરણની બંને ઘુંટીઓ ગૂઢ, સુવર્ણકમળની અર્ધવિકસિત કર્ણિકાના ગોળાની શોભાને વિસ્તાર છે પ્રભુનાં ચરણે ઉપરના ભાગમાં કાચબાની જેમ ઉન્નત, સ્નિગ્ધ કાંતિવાળા અને રૂંવાટા રહિત છે. સ્વામીની શ્વેત જંઘાએ અત્યંતર માર્ગમાં ઘણું અસ્થિ–માંસવાળી, અનુક્રમે વર્તુળ, હરણીના પગની પીંડીની જેમ મને હર છે. સ્વામીના બે જાનુ માંસપૂર્ણ અને ગોળ છે, સાથળો કમળ સ્નિગ્ધ અને અનુક્રમે પુષ્ટ, પ્રૌઢ કદલીતંભના વિભ્રમવાળા છે. મુશ્ક, ગૂઢ અને સમસ્થિતિવાળા છે, પુરુચિહ્ન જાતિવંત અશ્વની જેમ અતિગૂઢ છે. - સ્વામીની કટી વિસ્તારવાળી, માંસલ, સ્થળ, વિશાળ અને કઠિન છે. મધ્યભાગ પાતળો હોવાથી વજના મધ્યભાગ સરખો છે. નાભિ ગંભીર અને નદીના આર્વતના વિલાસને ધારણ કરનારી છે. કુક્ષી સ્નિગ્ધ, માંસલ, કમળ, સરળ અને સમ છે.
પ્રભુનું વક્ષસ્થલ સુવર્ણની શિલા સરખું વિશાળ, ઉન્નત શ્રીવત્સરૂપી રત્ન પીઠથી અંકિત લક્ષમીની કીડાવેદિકાની શોભાને ધારણ કરે છે. - સ્વામીના સ્કંધે દઢ, પુષ્ટ, ઉન્નત વૃષભની કોઢય સરખા છે. કક્ષાએ અલ્પ રેમવાળી, ગંધ-સ્વેદ અને મળથી રહિત છે. બે બાહુએ ઢીંચણ સુધી લાંબી, પુષ્ટ અને હાથરૂપી ફણા છત્રવાળી છે, જગત્પતિના બંને હાથ નવા આમ્રના પુલવ સરખા લાલ તળિયાવાળા, કર્મથી