________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
. ૧૩૩
ક્ષીરસમુદ્રના જળની ધારાઓ ઊંચે ગગનાંગણમાં જતી, વળી નીચે પડવાથી એક થયેલી કરીને જિનેશ્વરના મસ્તક ઉપર અભિષેક કરે છે. બીજા પણ ઘણા હજારો ક્ષીરસમુદ્રના જળથી ભરેલા કળશ વડે અભિષેક કરે છે,
આ પ્રમાણે અનુક્રમે સ્નાત્ર મહોત્સવ કર્યા પછી પરમહર્ષના સમૂહથી રોમાંચિત અંગવાળે સૌધર્મદેવેન્દ્ર સુકુમાળ ગંધકષાય વસ્ત્રવડે જિનેશ્વરના શરીરને લૂછીને ગોશીષચંદનથી મિશ્ર કેશર વડે પ્રભુના અંગે વિલેપન કરે છે. વેત સુગંધી પુપે વડે પૂજા વિસ્તારપૂર્વક
હવે ઇંદ્ર રત્નમય પટ્ટ ઉપર શરદત્રતુના ચંદ્રના કિરણની જેવા અખંડ રૂપાના તંદુલ વડે પણ, ભદ્રાસન, - વર્ધમાન, કળશ, મસ્ય, શ્રી વત્સ, સ્વસ્તિક અને નંદ્યાવત લક્ષણવાળા આઠ મંગળ આલેખે છે.
તે પછી તે સર્વ અલંકારથી વિભૂષિત કરે છે, ત્રણ લેકના પતિના મસ્તક ઉપર વજમાણિજ્યના મુકુટને સ્થાપન કરે છે, બંને કાનમાં સુવર્ણનાં કુંડલ, ગળામાં દિવ્ય મોતીનો હાર, બંને બાજુમાં બાજુબંધ, મણિ- બંધમાં મૌક્તિકમણિનાં કંકણ, કટિપ્રદેશમાં સેનાને કરે, પગમાં માણિક્યના કડાં સ્થાપન કરે છે. આ પ્રમાણે જગદ્ગુરુનાં અંગોને સર્વ દેહનાં અલંકારવડે વિભૂષિત કરે છે.
તે પછી ઈંદ્ર ભક્તિવાસિત મનવાળો વિકસિત પારિ