________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૧૯
પ્રચંડ ઘાષના પડઘા વડે સૌધમ દેવલાકની બીજી એકન્યૂન ખત્રીશ લાખ ઘટા રણરણ શબ્દ કરવા લાગી. તેને પ્રતિરવ સર્વત્ર વિસ્તાર પામ્યા.
તે વખતે પચવિધ વિષયમાં આસક્ત દેવા તે શબ્દ વડે ‘આ શું?’ એ પ્રમાણે સંભ્રાંત થયેલા સાવધાન થયા. દેવે સાવધાન થયે છતે તે સેનાધિપતિ મેઘની ગર્જના સરખા ગંભીર શબ્દથી ઇંદ્રની આજ્ઞા કહે છે કેહું દેવે ! દેવી વગેરેના પરિવારથી યુક્ત એવા તમને સને અલ‘ઘ્યશાસનવાળા સૌધમ દેવલાકના અધિપતિ શક્ર આ પ્રમાણે આદેશ કરે છે કે-જમૃદ્વીપના દક્ષિણ ભરતમાં મધ્યખંડમાં નાભિકુલકરના ઘરે પ્રથમ તીથ કર ઉત્પન્ન થયા છે, ત્યાં તે પ્રભુના જન્મકલ્યાણકના મહેાત્સવ કરવાની ઇચ્છા વડે જવા માટે અમારી જેમ તમે ઉતાવળ કરા, કારણ કે ‘ આનાથી ખીજું કાંઈ અધિક કાય નથી.”
ક
એ પ્રમાણે હરિનંગમેષિના વચનથી પ્રભુના જન્મ મહાત્સવને જાણીને કેટલાક અરિહંત તરફના ભક્તિભાવથી, કેટલાક ઇંદ્રની આજ્ઞાથી, કેટલાક સ્ત્રીઓએ પ્રેરણા કરવાથી, કેટલાક મિત્રનું અનુસરણ કરી દેવા પોતપેાતાના શ્રેષ્ઠ વિમાનો વર્લ્ડ ઇંદ્રની પાસે આવે છે.
તે પછી ઇંદ્ર પણ પાલક નામના આભિચાગિક દેવને ‘ અનુપમ વિમાન કરા’ એ પ્રમાણે આદેશ કરે છે. સ્વામીના આદેશનું પાલન કરનાર પાલક દેવ તે જ સમયે એક લાખ ચેોજન વિસ્તારવાળા, પાંચસેા ચેાજન