________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૦૭
૧૦. અગ્યારમા સ્વપ્નમાં ભૂમિ ઉપર વિસ્તાર પામેલા શરદઋતુની મેઘમાળાની શેભાને ચોરનાર, તરંગોના સમૂહ વડે મનને આનંદ પમાડનાર ક્ષીરસમુદ્ર. ૧૧. બારમા સ્વપ્નમાં દેવપણામાં જ્યાં ભગવાન રહ્યા હતા, તે અહીં પણ પૂર્વના સ્નેહ વડે આવ્યું હોય તેવું, અમિત પ્રભા વડે શોભનું શ્રેષ્ઠ વિમાન. ૧૨. તેરમા સ્વપ્નમાં પૃથ્વીતળ ઉપર રહેલ, ઊંચે આકાશમંડળને પ્રકાશિત કરતે, તારાએને સમૂહ કેઈક સ્થળેથી એકત્ર મળ્યું હોય એ, સમૂહરૂપે થયેલ નિર્મળ કાંતિવાળો મોટે રત્ન પુંજ. ૧૩. ચૌદમા સ્વપ્નમાં તેજસ્વી પદાર્થોના એકઠા થયેલા તેજ જેવો ઘૂમરહિત અગ્નિ. ૧૪. આ પ્રમાણે આ ચૌદ મહાસ્વએ શરદજાતુના ચંદ્ર સમાન મુખવાળી મરુદેવીના મુખકમળમાં અનુક્રમે પ્રવેશ કર્યો. રાત્રિના વિરામ સમયે સ્વામિની મરુદેવી પણ સ્વપ્નને અંતે વિસ્મિત મુખવાળી જાગૃત થયા. તે પછી તે મરુદેવી હૃદયમાં નહીં સમાતા હર્ષને બહાર કાઢતી હોય તેમ કમળ અક્ષરોથી તે પ્રમાણે જ તે સ્વપનો નાભિકુલકરને કહ્યા. મરુદેવાને નાભિરાજા તથા ઇદ્રોએ કહેલ સ્વપ્નનું ફળ
હે દેવી! તમને ઉત્તમ કુલકર પુત્ર થશે” એમ કહીને નાભિકુલકર પિતાની સરળતા પ્રમાણે સ્વપ્નને અર્થ વિચારવા પ્રવર્યા. તે વખતે ઈંદ્રોના આસન સ્થિર હોવા છતાં પણ તે વખતે કંપાયમાન થયા. “અકસ્માતુ અમારા આસને કેમ કંપાયમાન થયા?” એ પ્રમાણે ઇદ્રોએ અવધિજ્ઞાન વડે ઉપગ આપીને તે જાણ્યું.