________________
શ્રી રામનાથ ચરિત્ર
૧૦૫
છઠ્ઠો કુલકર : મરુદેવ મરુદેવ પણ તે જ નીતિના કેમવડે સર્વ યુગલિક મનુષ્ય ઉપર શાસન કરતો હતો, પર્યતે શ્રીકાંતાએ નાભિ અને મરુદેવા નામના યુગલને જન્મ આપે, તેઓ પાંચસો પચીશ ધનુષ્યની ઊંચાઈવાળા સાથે જ વધવા લાગ્યા. પ્રિયંગુ (રાયણ) સરખા વર્ણવાળી મરુદેવા અને જાંબૂનદ (સુવર્ણ) સરખા વર્ણવાળે નાભિ, માતાપિતાના ગુણો વડે તેઓના જ પ્રતિબિંબ હોય તેમ શેભતા હતા. શ્રીકાંતા અને મરુદેવ કરતાં તેઓનું આયુષ્ય કાંઈક ઓછું સંખ્યાના પૂર્વ પ્રમાણ હતું. હવે મરુ દેવ કાળધર્મ પામીને દ્વીપકુમારમાં અને શ્રીકાંતા પણ તે જ વખતે નાગકુમારમાં ગયા.
સાતમે કુલકર : નાભિ યુગલિક મનુષ્યમાં સાતમા કુલકર નાભિ થયા. તે પણ પૂર્વની જેમ યુગલિક મનુષ્યને ત્રણ નીતિવડે શાસન કરવા પ્રવૃત્ત થયા.
ઋષભદેવ પ્રભુનું વન તે વખતે ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ અને નેવ્યાશી પખવાડીઆ બાકી રહે છતાં આષાઢ વદિ ચોથને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવ્યું છતાં શ્રી વજનાભને જીવ તેત્રીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવને શ્રી નાભિકુલકરની ભાર્યા મરુદેવીના ઉદરમાં અવતર્યા.