________________
શ્રી રાષભનાથ ચરિત્ર
૧૧
અને ચંદ્ર સરખા વિમળ હાથી ઉપર ચઢયો તેથી યુગલિક મનુએ “આ વિમળવાહન છે એ પ્રમાણે તેનું નામ કહ્યું,
તે વિમળવાહન જાતિસ્મરણથી નીતિને જાણનાર, સ્વભાવથી ભદ્રક અને રૂપવાન હતું, તેથી સર્વ લેકે કરતા ચઢીયાતે થશે. કેટલાક સમય ગયા પછી કલ્પવૃક્ષને પ્રભાવ સંયમથી ભ્રષ્ટ થયેલા યતિઓની માફક મંદ થ. તેમજ તેવા પ્રકારના કાળના પ્રભાવથી યુગલિક જનને કલ્પવૃક્ષ ઉપર મમત્વ થયું. બીજાએ સ્વીકારેલા કલ્પવૃક્ષને
જ્યારે બીજે ગ્રહણ કરે ત્યારે પૂર્વના યુગલિક મનુષ્યને મોટે પરાભવ થતો હતો. તેઓ તેવા પ્રકારના પરાભવને પરસ્પર નહીં સહન કરતા પિતાનાથી અધિક ગુણવાળા વિમલવાહનને સ્વામી તરીકે સ્વીકાર કરતા હતા. સ્થવિર એ તે વિમળવાહન જાતિસ્મરણ જ્ઞાન વડે નીતિને જાણનારે યુગલિક મનુષ્યને કલ્પવૃક્ષે વહેંચીને આપે છે. ત્યાં જે જે બીજાના કલ્પવૃક્ષને ગ્રહણ કરવા વડે મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેને શિક્ષા કરવા માટે તેણે હાકાર નીતિ સ્થાપના કરી. “હા! તારા વડે ખરાબ કરાયું” આ પ્રમાણે એવી જાતના દંડ વડે સમુદ્રની વેલાના પાણીની જેમ તે સુગલિકે મર્યાદાનું ઉલ્લંઘન કરતા ન હતા. તે હાકારદંડ વડે યુગલિકે “દંડ આદિ વડે મારવું સારું પણ હાકારરૂપ તિરસ્કાર સારે નહીં ? એમ માનતા હતા.
તે વિમળવાહનનું છ માસ પ્રમાણ આયુષ્ય બાકી