________________
શ્રી વાસનાથ ચરિત્ર
૭૯
પ્રભાવે ચંદ્રકિરણ વડે પર્વતેમાં ઔષધિઓ પ્રગટ થાય. તેમ શ્લેમૌષધિ વગેરે લબ્ધિઓ પ્રગટ થઈ.
લબ્ધિઓનું વર્ણન તેઓના કલેબ્સના લવવડે પણ કુષ્ટિનું શરીર કોટીવેધ તાંબુ સુવર્ણ થાય તેમ સુંદર વર્ણવાળું થાય છે. તેઓના કાન-નેત્ર આદિને ઉત્પન્ન થયેલ અને અંગથી ઉત્પન્ન થયેલે કસ્તૂરીના સુગંધવાળો મળ સર્વરોગીઓના રેગને હરણ કરનાર છે. તેઓના દેહના સ્પર્શમાત્રથી અમૃતની જેમ રેગવાળા પ્રાણીઓ રેગરહિત થાય છે.
તેઓના અંગને સ્પર્શેલું મેઘ અને નદી વગેરેનું પાણી પણ સર્વરોગોને હણે છે. તેઓના અંગને સ્પર્શલ પવન પણ વિષ વગેરેના દોષોને દૂર કરે છે. તેઓના પાત્રમાં અથવા મુખમાં પ્રવેશ પામેલું વિષમિશ્રિત અન્ન વિષરહિતપણાને પામે છે. તેઓનું વચન સાંભળવાથી મંત્રાલવડે જેમ વિષ દૂર થાય, તેમ મહાવિષવ્યાધિથી પીડા પામેલા પ્રાણીની પીડા દૂર થાય છે, તેઓના નખ, કેશ, દાંત અને બીજું પણ શરીરમાં ઉત્પન્ન થયેલું સર્વ ઔષધપણને પામે છે.
તેમ જ એ મહાત્માઓને આઠ મહાસિદ્ધિઓ ઉત્પન્ન થઈ. જેથી તેઓને અણિમા શક્તિ તેવી થઈ કે જેથી સોયના કાણામાં પણ તંતુની માફક ચાલવા માટે સમર્થ છે, તેઓને મહિમાશક્તિ તેવી થઈ કે જેથી