________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
આ રાજ્યને હું પાળું છું, તેમ આપે આપેલા સંયમરૂપી મહારાજ્યને પણ પાળીશ, તેથી મને તે આપ.
વજનાભ આદિની દીક્ષા સંસારથી વિરક્ત થયેલા ચિત્તવાળા તે ચક્રવર્તીએ પુત્રને રાજ્ય આપીને મહાવત સ્વીકાર્યા. તે વખતે બાહુ વગેરે ભાઈઓએ પણ મોટા ભાઈની સાથે વ્રત ગ્રહણ કર્યું, કારણકે પિતાએ અને મોટા ભાઈએ જે સ્વીકાર્યું તે જ તેઓને કમાગત થાય. તે સુયશ સારથિએ પણ પિતાના સ્વામી ધર્મસારથિના ચરણકમળમાં દીક્ષા લીધી, કારણકે સેવકે સ્વામીના પગલાને અનુસરનારા જ હોય છે.
તે વજનાભ રાજર્ષિ અનુક્રમે શ્રુતસમુદ્રના પારગામી દ્વાદશાંગને જાણનારા થયા. બાહુ વગેરે સાધુઓ પણ અગ્યાર અંગના પારગામી થયા. સંતેષરૂપી ધનવાળા તેઓ તીર્થકરના ચરણની સેવામાં અને દુષ્કર તપની આરાધનામાં અસંતેષી હતા. હંમેશાં તેઓ જિનેશ્વરની વાણીરૂપી અમૃતરસના પાનમાં આસક્ત હોવા છતાં પણ માસક્ષપણ આદિ તપ વડે થાકતા નથી. અનુક્રમે ભગવાન વસેન તીર્થકર શુકલધ્યાનના ત્રીજા અને ચોથા પાદનું દયાન કરતા દેવે વડે કરાયેલ છે મહેસવ જેને એવા નિર્વાણ મોક્ષપદને પામ્યા. વજનાભ પણ બાહુ વગેરે સુનિવરો સહિત ભવ્ય જીને બેધ કરતા પૃથ્વી પર વિચારવા લાગ્યા. તે મુનિઓને તપ અને સંયમના