________________
શ્રી ઋષભનાથ ચરિત્ર પણું પણ છે, ફક્ત દયા નથી. હંમેશાં તમે વેશ્યાની માફક દ્રવ્ય વિના દુઃ બપીડિત પ્રાર્થના કરનારા પરિચિતને પણ જતા નથી, તેમજ વિવેકવંત માણસોએ એકાંતે અર્થલુખ્ય ન થવું જોઈએ. ધર્મને સ્વીકાર કરીને કઈ ઠેકાણે ચિકિત્સા કરી? ચિકિત્સામાં અને વ્યાધિના નિદાનમાં તારા સર્વ પરિશ્રમને ધિક્કાર છે! ઘરના આંગણે આવેલા આવા પ્રકારના રોગવાળા પાત્રની તું આવી રીતે ઉપેક્ષા કરે છે !
ચિકિત્સાવિજ્ઞાનરૂપી રત્નના રત્નાકર જે જીવાનંદ પણ કહે છે કે- હે મહાભાગ્યશાળી ! સારૂં, સારૂં. તેં મને આશ્ચર્ય ઉત્પન્ન કર્યું છે, કારણ કે- મત્સરરહિત બ્રાહ્મણ, અવંચક વણિક, ઇર્ષારહિત પ્રિય, રોગ વગરને પ્રાણી, વિદ્વાન ધનિક, ગર્વરહિત ગુણી, ચપલતા. રહિત સ્ત્રી અને સદાચારમાં રત રાજપુત્ર પ્રાયઃ કરીને દેખાતા નથી.
અહો ! મારે આ મહામુનિની ચિકિત્સા કરવી જ જોઈએ, પરંતુ ઔષધોને અભાવ એ જ અહીં અંતરાયજનક છે. તેમાં પણ મારી પાસે એક લક્ષપાક તેલ છે, પણ ગોશીષ ચંદન અને રત્નકંબલ જોઈએ તે નથી. તે તમે લાવે.
એનું વચન સાંભળીને “અમે તે લાવીએ છીએ એમ કહીને તે પાંચેય મિત્રો વણિકની દુકાને ગયા. તે ' મુનીંદ્ર પણ પિતાના સ્થાને ગયા.