________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૬૯
ગ્રહામાં સૂર્યંની જેમ, તે વૈદ્યોમાં નિરવદ્ય વૈદ્ય મહાવિદ્વાન થયા.
તે સર્વે સગા ભાઈની જેમ હંમેશાં આનંદ કરતા. કયારેક કોઈ એક-બીજાના ઘરમાં પરસ્પર અનુરાગવાળા સાથે રહે છે.
એક વખત વૈદ્યપુત્ર જીવાનંદના ઘરે તેઓ રહ્યા હતા, તે વખતે એક સાધુ ભિક્ષા ગ્રહણ કરવા માટે આવ્યા. તે સાધુ પૃથ્વીપાલ રાજાના પુત્ર ગુણાકર નામે હતા. તેમણે · મળની જેમ રાજ્યના ત્યાગ કરીને દીક્ષા લીધી હતી. ગ્રીષ્મના આતપ વડે જેમ સરાવર સુકાઈ જાય, તેમ ઉગ્ર તપ વડે કૃશ થયેલા દેહવાળા તે અકાળે અપથ્ય ભાજનથી કૃમિકુષ્ઠ રોગથી વ્યાપ્ત થયા હતા. તે મુનિવર સર્વાંગે કૃમિકુષ્ઠ રોગથી વ્યાપ્ત હોવા છતાં કાઈ ઠેકાણે ઔષધ માગતા ન હતા, કારણ કે મુમુક્ષુ સાધુએ કાયાની અપેક્ષા કરતા નથી.’
જીવાન...દુ વગેરે છ મિત્રોએ કરેલી મુનિની ચિકિત્સા
એક વખત છઠ્ઠું તપના પારણે ગેાચરચર્ચા વડે એક ઘરેથી બીજે ઘરે પરિભ્રમણ કરતા, પોતાના ઘરના આંગણે આવેલા તે મુનિને તેઓએ જોયા.
તે વખતે રાજાના પુત્ર મહીધરે કાંઈક હાસ્યથી જીવાન વૈદ્યને કહ્યુ, હું જીવાન, તને વ્યાધિનું પરિજ્ઞાન અને ઔષધનું જ્ઞાન છે, ચિકિત્સામાં તારું કુશળ