________________
દ્વિતીય પ્રસ્તાવ
કંઈ આખ્યાન કર.” આ પ્રમાણેને રાજાને આદેશ થતાં પારાસર વિપ્ર બોલ્યો કે-“હે સ્વામિન્ ! બરાબર ધ્યાન દઈને સાંભળે.”
“આજ ભરતક્ષેત્રમાં ગાંધાર નામના દેશમાં ગાંધાર નામે નગર છે. ત્યાં વિનોદ નામે એક કુલપત્રક રહેતો હતો. તેને શબા નામે સ્ત્રી હતી. તે સુવર્ણ સમાન નિર્મળ કાંતિવાળી અને પોતાની શ્રેષ્ઠ સૌન્દર્ય સંપત્તિથી સમસ્ત સ્ત્રીઓમાં અગ્રગણ્ય હતી. જેમનો સ્નેહ નિરંતર વધતો જાય છે એવા તથા અન્ય સુખ નિમગ્ન એવા તે દંપતીએ મનને અનુકૂળ લીલા કરતાં ઘણે કાળ વ્યતીત કર્યો. એકદા ધૂમમાર્ગને માનનાર છતાં દયાળુ એ વિનોદ ચારથી મરણ પામીને નંદિગામમાં દામોદર નામે બ્રાહ્મણ થયે. તે ધીમાન્ વેદવિદ્યાના જાણકારોમાં અગ્રેસર થયો. એ અવસરે શીલલીલાથી અતિ નિર્મળ એવી શંબા તેની પૂર્વ ભવની સ્ત્રી તાપસી થઈ. તે પ્રતિગામે ભમતી ભમતી કમાગે ત્યાં આવી અને ભિક્ષાને માટે તેણે દાદરના ઘરમાં પ્રવેશ કર્યો. એટલે અભંગ રૂપ અને સૌભાગ્યયુક્ત તે તાપસીને જોઈને દાદરને ક્ષણવારમાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, અને તેને પૂર્વજન્મની પોતાની વલ્લભા સમજીને તેના નેહમાં મેહિત થયો અને પુનઃ તેણે તેને પોતાની વલ્લભા બનાવી. અહે! કામની કેવી દુરંતતા છે? દામોદરે તેને * ધૂમ માર્ગમાં દયાવૃત્તિ હોતી નથી.