________________
૪૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અનુગ્રહથી તે દેવે પિલા પ્રત્યેક મનુષ્યને એકેક ગુટિકા આપીને સર્વના મને રથ પૂર્ણ કર્યા. પછી અધિક પ્રસન્ન થયેલા તે દેવે સર્વ અભીષ્ટાર્થને સાધનારી એક દિવ્ય ગુટિકા રાજાને અર્પણ કરી. એટલે તે દેવને નમસ્કાર કરી તે ગુટિકાના મહા પ્રભાવથી ગરૂડની જેમ લીલાપૂર્વક આકાશમાગે જતાં તે કૌતુકી રાજા રાખફટની ભૂમિના ભાલ તિલક સમાન અરિષ્ટપુર નગરે પહોંચ્યો. તે નગરની બહારના અતિશય આનંદને આપનારા ઉદ્યાનમાં ભ્રમણ કરતાં રાજાએ સાધુઓની શ્રેણીથી સુસેવિત એવા સુત્રતાચાયને જોયા એટલે કૃત્યને જાણનાર એ રાજા પંચાંગ. નમનપૂર્વક તેમને વંદન કરીને તેમની આગળ બેઠે. અને આ પ્રમાણે ધર્મદેશને સાંભળી –
“આ અપાર સંસારમાં મહાભાગ્યને મનુષ્ય જન્મ. પામીને જે પ્રાણી વિષય સુખમાં લીન થઈ ધર્મ સાધન કરતું નથી તે ભૂખે જનોમાં શિરોમણિ સમુદ્રમાં બુડતાં શ્રેષ્ઠ નાવને મૂકી દઈને પથ્થરની શિલા લેવાને મથે છે. ધર્મથી સારા કુળમાં જન્મ, શરીરની સુંદરતા, સૌભાગ્ય, દીર્ઘ આયુષ્ય, બળ, નિર્મળ યશ, વિદ્યા અને અર્થ–સંપત્તિ. પ્રાપ્ત થાય છે. મહા ભયંકર એવી સંસારરૂપી કાંતારમાં ધર્મ જ નિરંતર રક્ષણ કરનાર છે, સમ્યક્ પ્રકારે આરાધેલો. ધમ સ્વર્ગ અને મોક્ષને પણ આપે છે. એ ધર્મ–સુદેવ, સુગુરૂ અને સુધર્મ-એ ત્રણ તત્ત્વની શ્રદ્ધાનપૂર્વક સાધુ અને.
જ અટવીમાં.