________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
સાથે મધુર રીતે ખેલાવે છે. આ પૃથ્વીમાં રાજા સમાન અન્ય કાઈ તીથ નથી કે જેનુ મુખકમલ જેવાથી સજ્જનાના અપાયરૂપ પાતક સત્વર નષ્ટ થાય અને અભીષ્ટ સપત્તિ પ્રાપ્ત થાય. પ્રસાદસહિત મુખવાળા રાજાની દૃષ્ટિ જ્યાં જ્યાં વિલાસ કરે છે, ત્યાં ત્યાં શુચિતા, કુલીનતા, દક્ષતા અને સુભગતા પ્રાપ્ત થાય છે; છતાં કઈક મારે આપને વિજ્ઞપ્તિ કરવાની છે તે આપ ખરાખર ધ્યાન દઇને સાંભળેા, કારણ કે સજ્જનેાની વાણીમાં ન્યાયની સાથે કંઈક કારતા પણ રહેલી હાય છે, પરંતુ તે સાંભળવાના અધિકાર આપને જ છે. હે દેવ ! જે સારા હતા તે તેા ત્રણે યુગ ગયા અને અત્યારે તે કલિયુગ વર્તે છે કે જેમાં સેવક કે સ્વામીમાં કૃતજ્ઞતા પ્રાયે દેખાતી નથી. અજ્ઞાનવડે રાજાની દૃષ્ટિ નષ્ટ થયેલી હાવાથી તે લેાભાંધ સેવકાને જ અધિકારી બનાવે છે અને તેએ તેમને એવે માગે દારી જાય છે કે જ્યાં તેઓ વ્યાકુળ થઈને તરતજ વિનાશ પામે છે. કેાઈ પણ સેવક સર્વથા લેાભરહિત વૃત્તિથી સ્વામીની સમતાયુક્ત સેવા કરતા નથી, તથાપિ સુજ્ઞ જને એ એવા આચાર રાખવા ઘટિત છે કે જેથી પરલેાકને આધ ન આવે તથા આ લેાકમાં નિંદા ન થાય. સદ્ જનાના ઉપકાર થઇ શકે અને શત્રુઓના અપકાર થઇ શકે તેટલા માટે સુન્ન જના રાજાના આશ્રય કરે છે, કેવળ પેાતાનું ઉત્તર-પૂરણ તા કાણ કરતું નથી ? તેથી હે દેવ ! ન્યાયને આગળ કરી, ખલ
૨૮
*392.