________________
અષ્ટમ પ્રસ્તાવ
४६७
સુજ્ઞજનામાં અગ્રેસર, ઇંદ્રોને સ્તુત્ય અને પ્રૌઢ યશસ્વી એવા શ્રી સામતિલકસૂરિ થયા. તેમના પટ્ટરૂપ પંકજને પ્રફુલ્રિત કરવામાં દિવસમાન, મહિમાના સાગર, રાગાદિ શત્રુઓને ત્રાસ પમાડનાર, અદ્દભુત અતિશયયુક્ત, ઇંદ્રસમાન તેજસ્વી રાજાને વઢનીય અને શિવમાને દર્શાવનાર એવા શ્રી દેવસુંદરસૂરિ થયા. તેમની પાટે અત્યંત ભાગ્યશાળી તથા યુગપ્રધાન સમાન શ્રી સામસુંદરસૂરિ થયા કે જેમને સત્પુરુષા સર્વાંગસુંદર ગુણાથી શ્રી સુધર્મગુરુ સમાન આચાર્યમાં મુખ્ય ગણે છે. તેમના પ્રથમ શિષ્ય સમ મહિમાયુક્ત, વિદ્યગેાછીમાં ગુરુ, અને પેાતાની પ્રજ્ઞાથી જગતમાં સુરગુરુ સમાન એવા શ્રી મુનિસુંદરસૂરિ થયા અને બીજા અજ્ઞાનરૂપ તમેાભરને દૂર કરનાર, અત્યંત પ્રભાવશાળી અને સર્વત્ર ઉદય પામેલા એવા શ્રી જયચંદ્ર સૂરિ થયા. જેમના શિષ્ય Àવિદ્યગેાણીમાં ગુરુ, આત્મવેત્તા, જીવદયાના ઉપદેશક તથા વાદીરૂપ હાથીએમાં સિંહ સમાન એવા શ્રી જિનહષ ગણિએ વિક્રમ સંવત ( ૧૭૯૩)માં ચિત્રટપુરના પવિત્ર શ્રીજિનમદિરમાં શ્રીજિનશાસનની ઉન્નતિનિમિત્તે આ ચરિત્રની રચના કરી છે.
समाप्तोऽय ग्रंथः 6