________________
૪૫a
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પણ પ્રથમ કરેલા તેના વિવિધ ઉપકારનું હૃદયમાં મરણ કરીને પ્રસન્ન થયેલા એવા સુજ્ઞ રાજાએ પિતાની જેમ તેને સન્માન આપ્યું; આથી ઉપશાંત થયેલા મંત્રીએ રાજાને પ્રણામ કર્યા, એટલે રાજાએ પોતે ઊઠીને તેને આલિંગન આપ્યું અને પોતાના અર્ધાસન પર તેને બેસાર્યો. પછી પિતાના મામાને મંત્રીના પગે પડાવ્યો અને પુનઃ તેણે મંત્રી અને માતુલ વચ્ચે સંધિ કરાવી; એટલે મંત્રીએ પ્રસન્ન મુખે રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! આપના પ્રસાદથી મારે કંઈ ન્યૂન નથી, પરંતુ જે દુષ્ટબુદ્ધિ દેવ ગુરુને દ્રષી થશે તેને તો આપના સમક્ષ પણ હું શિક્ષા કરીશ !”. એટલે સર્વના સાંભળતાં રાજાએ કહ્યું કે – “કેઈએ જૈન મુનિઓનું લેશ પણ અપમાન ન કરવું. એ મુનિઓ સત્ય, શીલ અને તપોનિષ્ઠ, સર્વજ્ઞ મતમાં સૂર્ય સમાન તથા જગતમાં સર્વ કરતાં ગરિષ્ઠ હોવાથી સર્વ જનેને તે પૂજનીય છે.” આ પ્રમાણે થવાથી જૈનધર્મની મોટી પ્રભાવના થઈ. પછી રાજાની આજ્ઞાથી હર્ષિત થઈને મંત્રી પિતાને ઘરે આવ્યા. ત્યાં બધા બંધુઓ અને વ્યવહારીઆઓ મળ્યા અને વર્યાપન-મહત્સવ નિમિત્તે મંદિર પર વજાઓ બાંધવામાં આવી. પછી શત્રુંજયાવતાર ચિત્યમાં સનાત્રેત્સવ કરીને તેમણે શ્રીમાન્ ચતુર્વિધ સંઘની પૂજા કરી.
એક દિવસે સમર નામના પ્રતીહારના પ્રપંચથી પ્રિસ્તિ થઈને વિશલ રાજાએ મંત્રીને કહ્યું કે-“હે મંત્રીશ્વર ! નાગડ મંત્રીને યથાસ્થિત પિતાને હિસાબ બતાવી રાજય