SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટમ પ્રસ્તાવ - ૪૩૭ કર્યું. એવું અદ્દભુત ઉદ્યાપન તથા દેવ, ગુરુ અને સંઘપૂજા વગેરે મહત્સવ વિધિપૂર્વક કર્યા. શ્રીવીરધવલ રાજાને અસાધારણ પરાક્રમી તથા અતિશય મહિમાના સાગરરૂપ એવો વીસલ નામે પ્રથમ પુત્ર હતા, જેના ભુજાદંડરૂપ મંડપમાં ભ્રમણ કરતાં અન્યાયરૂપ સૂર્યથી અત્યંત તાપિત થયેલી ન્યાયલક્ષ્મીને વિસામે, મળ્યો. બીજે વીર જનોના મુગટ સમાન એવો વીરમ નામે તેને પુત્ર હતું, જેના નામમાત્રથી રણાંગણમાં દુદ્દત શત્રુઓ પણ ભગ્ન થતા હતા. વળી જે સમરાંગણમાં, રાજવંશ (ગિરિવંશ)માં ઉત્પન્ન થયેલ ધનુષ્યનું તથા શત્રુઓનું યુગપત્ જીવાપકર્ષણ (બાણકર્ષણ અને પ્રાણહરણ) કરતે હતો. વસ્તુપાલ મંત્રી રાજ્યભારની ધુરાને બરાબર ધારણ કરતા હોવાથી વરધવલ રાજા સર્વાગ સંપત્તિથી વૃદ્ધિ પામ્યા હતા. એક દિવસે એકાદશીવ્રતમાં આમળી વૃક્ષને પ્રદક્ષિણ દઈ તે વૃક્ષ નીચે સુવર્ણનાણું મૂકતા કોઈ ધર્મ અને ન્યાયનિષ્ઠ વણિકને ત્યાં જ રૂપાનાણું મૂકતા એવા વીરમ રાજકુમારે ક્રોધ અને ઈર્ષ્યાથી લપડાક અને લાકડી વગેરેથી માર માર્યો, એટલે કરુણ સ્વરથી પિકાર કરતા અને દિમૂઢ બનેલો એ તે વણિક સર્વ જતુઓના શરણરૂપ અને ન્યાયસભામાં બેઠેલા એવા વસ્તુપાલ પાસે તરત જ આવ્યો. તેના વૃત્તાંતને સાંભળી ન્યાયગામી મંત્રીએ સુધાપાક સમાન મધુર વચનથી રાજકુમારને વાર્યો, એટલે અતુલ ગર્વથી અંધ બનીને દુષ્ટબુદ્ધિ વીરમ તે બંને મંત્રીઓ ઉપર
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy