________________
અષ્ટમ પ્રસ્તાવ
૪૩૧
અમે સર્વ સેવકે વિવિધ પ્રકારનાં સત્કમ કરીને તે રાજાના પુણ્યને વધારીએ છીએ. કારણ કે સક્ષેત્ર, સુકુળમાં જન્મ, સદાચારથી ઉજ્જવળ સપત્તિ અને સૌમ્ય દૃષ્ટિવાળા રાજા – એ સુકૃતાઢયથી જ પ્રાપ્ત થાય છે. પરાધીન એવા સેવકે જે કાંઈ પુણ્ય કરી શકે છે તેમાં રાજાનેા પ્રસાદ જ પરમ કારણરૂપ છે.” આ પ્રમાણે વાન્દેવી સમાન દેવીનાં વાસ્તવિક વચને સાંભળીને ભાજન કરતા એવા રાજાએ વિસ્મયપૂર્વક અંતરમાં વિચાર કર્યો કે – અહા ! એના વચનની મધુરતા ! અહા ! એના હૃદયની ગંભીરતા ! અહા ! એનુ` પરમ શીલ ! અહા ! એના વિનય અને અહા ! એની યથાસ્થિત સદભાવને પ્રકાશનારી સ્વામિભક્તિ !
અનુપમા
–
• એના અંતરમાં મારા પ્રત્યે કેવી અકૃત્રિમ ભક્તિ રહેલી છે? સાક્ષાત્ એક દેવીની જેમ એ વિનયપૂર્વક એટલી છે માટે આ સ્રી ત્રણે કુળને પાવન કરનારી છે.’ આ પ્રમાણે ચિંતવી પેાતાના કોપને શાંત કરી જમીને રાજાએ સુગ'ધી જળથી આચમન કર્યું, પછી સ્વાદિષ્ટ તાંબૂલ લઈ ને ચંદનદ્રવથી સુરભિયુક્ત થઈ વિકસિત મુખ કરી અનુપમા દેવીની સામે જોઈને રાજાએ કોઇને પૂછ્યુ કે આ કોની સ્ત્રી છે ? ' એટલે તેણે કહ્યું' કે-ગૃહદેવી સમાન અને ગુણાથી વિદિત એવી આ તેજપાલ મત્રીની પત્ની છે.
એ વખતે લક્ષણાથી વીરધવલ રાજાને ઓળખીને પરિવારજને મ`ત્રીએને તે વાતનુ નિવેદન કર્યુ. એટલે અને મવીએએ એકદમ ત્યાં આવીને વિનયપૂર્વક નમસ્કારથી