SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પણ પિતા પોતાના પરિવાર સહિત પ્રતિષ્ઠા નિમિત્તે ત્યાં પધાર્યા. તે અવસરે જુદા જુદા ગચ્છાના સાત હજાર સાધુઓ ગરિષ્ઠ મંત્રીશ્વરના આગ્રહથી ત્યાં પધાર્યા. કહ્યું છે કે –“ધર્મકાર્ય કરતાં સજન પુરુષેએ ઉદાર દિલ રાખવું કે જેથી પરભવમાં સમસ્ત પ્રકારની સંપત્તિ પુષ્કળ-અનર્ગળ પ્રાપ્ત થાય. વળી ધીમાન્ પુરુષે પ્રભુત્વ પામીને એવી રીતે ધર્મકાર્ય કરવું કે જેથી મિથ્યાદષ્ટિ જનને પણ બોધિબીજને લાભ થાય.” પછી મંત્રીની આજ્ઞા થતાં ઉત્તમ શ્રાવકે પ્રસિદ્ધ ગ્રંથોના અનુસારે પ્રતિષ્ઠાની સમસ્ત સામગ્રી તૈયાર કરવા લાગ્યા. તેમાં જિનેશ્વરને અઢાર સ્નાત્ર કરવા ગ્ય વસ્તુઓ, ગંગા તથા સમુદ્ર વગેરે સો સ્થાનેનાં નિર્મળ જળ, રેપ્યપટ્ટ, રત્નજડિત હેમશલાકા, કસ્તુરી અને ઘનસારમિશ્ર ચંદનદ્રવને સંચય, અનેક પ્રકારનાં નૈવેદ્ય, વિવિધ જાતિનાં ફળો, નંદાવર્તના પૂજનને લાયક અતિ પવિત્ર મહાન્ ઉપસ્કર, કપૂરમિશ્ર વાસ, પાપભરને દૂર કરનાર ધૂપ, વ્યજન (વિંઝણા), આદર્શ (કાચ) અને પંચામૃત, પંચવણનાં પુષ્પના પર્વત જેવા મોટા ઢગલા, પાંચ રત્ન, પ્રવર કસુંભ વસ્ત્રો, ત્રણસો ત્રેસઠ સાર સાર કરિયાણ, ગોરોચન તથા પ્રિયંગુ વગેરેને અનુપમ હસ્તલેપ, નેન્સીલન માટે ચન્દ્રકાંતનું ભોજન, અને ઘુતમિશ્ર અદ્દભુત સૌવીરાંજન-ઇત્યાદિ બધી સામગ્રી તેમણે તૈયાર કરી. પછી કુળ, શીલ તથા ગુણોથી ઉજજવળ,
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy