________________
સપ્તમ પ્રસ્તાવ
સપ્તમ પ્રસ્તાવ
૩૯૫ શ્રી દેવેદ્ર તથા શ્રી વિજયચંદ્ર નામે તેમના બે શિષ્ય હતા. પંચમ કાળના પ્રભાવે એમની સામાચારીના વિશેદથી અનુક્રમે ગરછની ભિન્ન ભિન્ન સ્થિતિ થઈ. તે વખતે સમર્થ પુરુષે તથા સદાચારી જનામાં અગ્રેસર અને શૌવીણ શાખામાં કલ્પવૃક્ષની જેમ પ્રખ્યાત થયેલા ભીમે શ્રીમાન પાથ પ્રભુની પ્રતિમાના આદેશથી શ્રી દેવેંદ્ર મુનીશ્વરને ગુરૂપણે માન્યા. તેમની સુધા સમાન ધર્મદેશનાનું પાન કરીને વસ્તુપાલ મંત્રી શ્રી જિનધર્મનો સારી રીતે જ્ઞાતા થયે.
એકદા શ્રી નાગૅદ્ર ગુરૂ પાસે તેણે અભીષ્ટ ફળને આપનાર એવું પંચમી વ્રતનું માહાસ્ય સાંભળ્યું કે “જે સમ્યગ્દષ્ટિ પ્રાણી સદાચારમાં તત્પર રહી, દેવ ગુરૂની ભક્તિથી તરગિત થઈ, પાંચ વર્ષ અને પાંચ માસ શુકલ પંચમીને દિવસે ત્રિધાશુદ્ધ ઉપવાસ કરે તે પંચમજ્ઞાન (કેવળજ્ઞાન) પામીને પંચમી ગતિ (મોક્ષ)ને મેળવે છે. તે પંચમીના પર્વને દિવસે સુજ્ઞ જનોએ ત્રિધા શુદ્ધ શીળ પાળવું, કુસંગતિનો ત્યાગ કરવો, શ્રુતજ્ઞાનની પૂજા કરવી, બે ટંક આવશ્યક (પ્રતિકમણ) કરવા અને શ્રતજ્ઞાનીઓની ભક્તિ કરવી. બીજે દિવસે મુનિઓને યથાગ્ય દાન આપીને ઉપવાસનું પારણું કરવું. એ રીતે યથાવિધિ અખંડ પંચમીતપ કરતાં પ્રાણ સતિશયવાળી સૌભાગ્યસંપત્તિને પામે છે. વળી એ પંચમીત્રત સંપૂર્ણ થાય ત્યારે શ્રી દેવ ગુરૂની અને સુશ્રાવકેની યથાવિધિ ભક્તિપૂર્વક સદ