________________
૩૮૮
શ્રોવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
કહેવાથી રાજાએ કઈક સ્મિત ભર્યાં મુખે તે સ્વીકાર્યું. અને તેમાં પૂનડશાહ સાક્ષીરૂપે રહ્યો. પછી બાદશાહથી તથા તેની માતાથી સત્કાર પામેલ મંત્રી શ્રીવીર ભગવંતને વંદન કરવાની ઈચ્છાથી ગોપગિરિ પર આવ્યા, અને ત્યાં આમ રાજાએ સુવર્ણના અઢાર ભારથી કરાવેલી જિનમૂત્તિ જોઈને તે અત્યંત આનંદ પામ્યા. પછી પૂણસિંહ સહિત ઇંદ્ર સમાન કાંતિયુક્ત વસ્તુપાલે ત્યાં સ્નાત્રમહોત્સવ કરતાં દેવતાઓને પણ આનન્દમગ્ન બનાવી દીધા, અને એક લક્ષ દ્રુમ્મના વ્યયથી જગતને વિસ્મય પમાડનાર તથા શુભેદયના એક સ્થાનરૂપ એવી શ્રીમાન્ વીર પ્રભુની તેણે પૂજા કરી. પછી મહાધ્વજારોપાઢિ ઉત્સવે કરીને તેણે તે ચૈત્યના શિખર પર દંડ સહિત સુવર્ણના કળશ સ્થાપન કર્યાં. આમ રાજાના સરાવરની પાળ પર તેણે પોતાના હિતનિમિત્તે ધર્મચક્ર તથા ધાતુબિંબ સહિત શ્રી શાંતિનાથ પ્રભુનુ* ઉન્નત રૌત્ય કરાવ્યું, અને ત્યાં યુક્તિપૂર્વક તેણે શ્રીજૈન મુનીદ્રોને પ્રતિલાભ્યા તેમજ શ્રીસંઘનું વાત્સલ્ય કર્યું..
પછી ઇષ્ટદાતા આદ્ય પુરુષને ઈંદ્ર ખેલાવે તેમ નાગપુરના રાજાએ મંત્રીશ્વરને લાવતાં તે ત્યાં આવ્યા, અને સૂર્ય સમાન તેજસ્વી એવા તેણે તેમના સમસ્ત શત્રુઓને જીતી દઈને ત્યાંના રાજમ‘ડળને મહા ઉદય તથા કળાયુક્ત કર્યુ. પછી જગતમાં અન્નદાતા એજ પ્રાણદાતા છે એમ ધારીને મત્રીશ્વરે ત્યાં એ દાનશાળા કરાવી. ત્યાં નિયુકત કરેલા પુરુષા લોકોને ભિકતપૂર્ણાંક