________________
૧૭
ઉલ્લાસ ૧ લા
સાંભળીને તે અને મંત્રી હર્ષિત થઇ પેાતાનુ સવ ધન સાથે લઈને આગળ ચાલ્યા, અને પ્રતિગ્રામે અમિત પ્રભા-. વાળી જિનપ્રતિમાએને નમસ્કાર કરતા, ત્રિધા શીલ પાળતા, વિવિધ ઉત્સવા કરતા, સદા તપમાં સ્થિત એવા મુનિઓને વંદન કરતા અને ગૌરવ સહિત સ્વામિવાત્સલ્ય કરતા એવા તે અનુક્રમે શત્રુંજય તથા ગીરનાર તીર્થ પર આવ્યા. ત્યાં ધનના વ્યયપૂર્વક વિધિથી યાત્રા કરીને તે અને ધર્મ, કામ અને અર્થ-સ`પત્તિના ધામરૂપ અને વીરધવલ રાજાની રાજધાની એવા ધોળકામાં આવ્યા. પછી કપર્દિ દેવના આદેશથી ત્યાં જ સ્થિતિ કરતાં તેમને ગુણામાં મોટા, ચૌલુકય રાજાના ગુરૂ અને સન્મતિના એક નિધાનરૂપ સામેશ્વર નામના બ્રાહ્મણની સાથે ક્ષીર અને નીર સમાન પ્રીતિ થઇ. કહ્યું છે કે “પ્રથમ ક્ષીરે (દુધે) પેાતાની સાથે મળેલા જળને પેાતાના સમસ્ત ગુણી અર્પણ કર્યા. માલિકે તેને ઉષ્ણ કરવા ચુલાપર મુકયું. એટલે ક્ષીર મળતું જોઇને જળે પેાતાના ઉપકારીને મળવા ન દેતાં પેાતે અળવા માંડયું. ક્ષીરને તે જોઇને ખેદ થયા એટલે તેણે તે એકદમ ઉછળીને અગ્નિમાં પડવાની તૈયારી કરી ત્યારે માલિકે તેમાં પાણી છાંટી તેના મિત્રનેા પાછા મેળાપ કરાવ્યો એટલે ક્ષીર શાંત થયું. આ પ્રમાણે મિત્રની આપત્તિ જોઇને મનમાં ખેદ્ય પામતાં ક્ષીર અગ્નિમાં પડવાને તૈયાર થયું અને જળના ફ્રી સમાગમથી તે શાંત થયું તે ખરાખર છે. સજ્જનાની મૈત્રી આવા પ્રકારની જ હોય છે.”
૨