________________
૩૭૦
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અવજ્ઞાપૂર્વક બેલ નથી, પરંતુ વસુધાતલના એક તિલકરૂપ એવો તું વિષમ માર્ગવાળા અને ઉચ્ચ સ્થળમાં આવેલાં તીર્થોનો ઉદ્ધારજ કરતા રહે છે. પછી ગજરાજ સમાન ગતિવાળે, સુવર્ણ છત્રથી વિરાજિત અને પરજનથી પૂજયમાન એ તે મંત્રીશ્વર રાજાની આજ્ઞાથી ઉત્સવપૂર્વક સ્વભવને આવ્યા. ત્યાં નેહાળ હેનેએ તેનું વર્યાપન કર્યું એટલે વાંછાધિક દાનથી તેણે તેમને સંતુષ્ટ કરી. સમસ્ત રાજવગે આનંદી એવા પૌરાજનો સાથે પ્રજાના ઉપદ્રવને હરનાર એવા તેને વિવિધ ભેટથી પ્રસન્ન કર્યા. તે વખતે મંત્રીના પ્રવેશ મહત્સવમાં એક કસ્મનું એક પુષ્પ પણ લોકોને મળી ન શકયું. અહો ! મંત્રીને કે મહિમા !
તે વખતે મંત્રીએ બલાત્કારથી અટકાવ કર્યા છતાં ઉપદ્રવરહિત થયેલા પરિજનેએ એ મહા દુતર આપત્તિને ધ્યાનમાં લઈને અનેક પ્રકારના મહોત્સવની પ્રવૃત્તિ કરી, એટલે ઘેર ઘેર ચારે બાજુ કુંકુમ વિગેરેનાં છાંટણાં, સ્વસ્તિક અને વાજિંત્રેના સ્વરને અનુકુળ એવા કુલીન કાંતાઓનાં મંગળગીતો ગવાવા લાગ્યાં, દેવના મંદિરમાં વિશેષ પ્રકારે પૂજા થવા લાગી, રાજમાર્ગોમાં જળસિંચન, પૌરજનેમાં વિશેષ હર્ષ અને વધૂજનેમાં ઉત્તમ વેષ જોવામાં આવ્યા. કવીશ્વરેની વાણું કર્ણ સમાન એવા મંત્રીના કર્ણને આનંદ આપવા લાગી અને ઉદાર એવો તે પણ તેમના અંતરને આનંદ પમાડવા લાગ્યા, અદ્ભુત