________________
પ્રસ્તાવ
૩પ૦ વપતનમાં એક લક્ષને મારે વ્યય થયો. એટલે મંત્રિરાજે તેને પૂછ્યું કે “હે ભદ્ર! દેવપતનમાં એક લક્ષને વ્યય શી રીતે થયે ?” એટલે મુગ્ધ સ્વભાવવાળો તે બેલ્યો કે “સર્વ શાસ્ત્રને અભ્યાસી એવો એક બ્રાહ્મણ મારે ગુરૂ છે, તેણે પ્રભાસમાં સ્નાન, દાનાદિમાં તત્પર એવા મને કહ્યું કે “જૈનતીર્થમાં થયેલ વ્યયના પ્રાયશ્ચિત્તનિમિત્તે લક્ષ દ્રમ્ભ જળથી ધોઈને પ્રથમ જે બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે તો પ્રિયમેલક તીર્થમાં વિધિપૂર્વક સ્નાન થઈ શકે.” આથી હે મંત્રિન્ ! મારે ત્યાં વધારે વ્યય થયે.” એ પ્રમાણેની કાનને કરવત સમાન તેની વાણી સાંભળીને મંત્રી અત્યંત ખિન્ન થઈને તેને નિષ્ફર વચનથી કહેવા લાગ્યા કે “ અરે દુષ્ટ ! દુરાચાર ! સુજ્ઞ જનોથી બહિષ્કૃત ! પિતાના આત્માને તે વૃથા ભવસાગરમાં નાખે. ત્રણે જગતમાં શત્રુંજય અને ગિરનાર સમાન કોઈ તીર્થ નથી. એ બંને તીર્થ સ્વપર આગમમાં વિખ્યાત અને કર્મરજને દૂર કરનારાં છે. કહ્યું છે કે
અડસઠ તીર્થોની યાત્રા કરતાં જે ફળ થાય તેટલું ફળ એક આદિનાથ પ્રભુનું સ્મરણ કરતાં થાય છે. ત્રણે જગતમાં નમસ્કાર સમાન મંત્ર, શત્રુજય સમાન ગિરિ અને ગજેન્દ્રપદના જળ સમાન અન્ય જળ નથી. શ્રીસંઘને સર્વ ભાર ધારણ કરવામાં ધુરંધર તથા સુશ્રાવકેમાં મુગટ સમાન એવા તારા પિતાએ શત્રુંજયને ગિરનાર તીર્થમાં કટિ દ્રશ્નને વ્યય કર્યો અને તે તેને પુત્ર થઈને એ બંને તીર્થની યાત્રા કરીને પણ કુગુરૂના