________________
૩૩૮
ષષ્ઠ પ્રસ્તાવ
અને સુપાત્રદાન એ પ્રાણીઓને અવશ્ય આસન્નસિદ્ધપણું આપે છે.’ એ રીતે સુખના સ્થાનરૂપ એવુ· માલેાાદૃનકમ, પંચામૃતથી મજ્જન, તીની પવિત્ર ભૂમિને નમન, સ
પ્રકારનું અન્નદાન, ગુણીજનાનું વાત્સલ્ય અને વસ્ત્રાર્દિકથી આચાર્ય મહારાજોના સત્કાર ઇત્યાદ્રિ ધર્મ કાર્ય યાત્રિક લેાકેા સહિત કરીને મંત્રીશ્વરે પોતાની લક્ષ્મીને સફળ કરી.
પછી મંત્રીશ્વરના પુત્ર જૈત્રસિંહ એક લક્ષ દ્રવ્યવડે ઈન્દ્રમાળા લઈને અહી પૃથ્વી પરજ તેણે પ્રાણીઓને ઈન્દ્રપદ્યની પ્રતિષ્ઠા સાક્ષાત્ કરી બતાવી.
તે વખતે જાણે પ્રત્યેક પર્વતના સન્માનપત્રા હોય તેવાં ચશિખરો પર ઉછળતા પંચવષ્ણુના ધ્વજથી એ ગિરિરાજ શે।ભવા લાગ્યા. એ અવસરે ભટ્ટજનાના જયજયરવ, ગધાનાં ગીત તથા વિવિધ વાજિત્રાના નાદથી સર્વ શબ્દમય ભાસવા લાગ્યું. વળી પુષ્પમાળાઓથી સુવાસિત થયેલી બાલિકાએ જિનાલયમાં સમકાળે તાળ દઈને રાસડા રમવા લાગી, તેમજ ચારે બાજુ પ્રસરતા કપૂર, અગરૂ અને કસ્તૂરીને ધૂપ તે વખતે અધિષ્ઠાયક દેવાને આનંદ આપનાર થઈ પડયો. પરિમલથી મ્હેકતા અને ભગવંતની આગળ ધરવા લાયક એવા કપૂરના પૂરથી સર્વ સઘપતિએ ત્યાં ચારે બાજુ સુવાસ ફેલાવવા લાગ્યા.
આ વખતે શ્રી વસ્તુપાલે અનધ્ય રત્ન અને સુવર્ણ થી પ્રભાયુક્ત એવા મુગટ શ્રી નેમિનાથ પ્રભુના