________________
૩૩૬ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કેઈને કંઈ પણ ઉપકાર કરે છે તેજ ઉન્નતાત્મા છે. આ પ્રમાણેના મહાવાકયથી તેનાં વૃક્ષે ભકત જનેને મનહર પુષ્પ અને ફળે સતત આપ્યા કરે છે. “મહાજનની ઉપાસનાથી અવશ્ય મહાલક્ષ્મી પ્રાપ્ત થાય છે. શ્રી, નેમિનાથ પ્રભુથી પાવન થયેલ એવા તે ગિરિરાજ પર હજારો હિંસક પ્રાણીઓ પણ પોતાના સ્વાભાવિક વૈરભાવને તજી દે છે.
આ પ્રમાણેના તીર્થભૂમિના પ્રભાવને શ્રવણ કરતા. અને કવિઓને અપરિમિત દાન આપતા ક્ષિતિપાલ સમાન મંત્રીશ્વર ક્ષમા (પૃથ્વી)ને ધારણ કરનાર એવા ગિરિરાજ પર ચડવા લાગ્યા, એટલે ઉંચા પર્વત પર ચડતાં ગળીયા બળદને ધંસરીથી છુટા કરીને ગાડાઓને નીચેજ મુકી દીધાં, કારણ કે વૃષ (ધર્મ અને બળદ) રહિતને ઊધ્વ ગતિ હોઈ શકે નહીં.
પર્વત પર ચડી રહ્યા એટલે બ્રહ્મ દેવલોકના ઈંદ્ર રત્ન શ્રાવકનાં અગણિત સુકૃત્યથી એ તીર્થ પર પ્રગટ કરેલી, વજીરત્નથી નિર્મિત, ભરતક્ષેત્રની ભૂમિને પાવન કરનાર, નેત્રને આનંદ આપનાર, સંસારસાગરથી તારનાર અને દષ્ટિને અસાધારણ મહોત્સવરૂપ એવી શ્રી નેમિનાથ. ભગવંતની નિર્મળ મૂર્તિ જોઈને સર્વાગે સ્કુરાયમાન પ્રમેદલહરીથી જેને અંતરાત્મા નિર્મળ થયે છે એવા વિરાજે સતતભક્ત એવા પિતાના બંધુ તેજપાલ સાથે પ્રથમ ભગવંતનાં નવે અંગે પાપને દૂર કરનારી એવી અગ્રપૂજા.