________________
૩૩૨ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર તેના શિખર પર આનન્દપૂર્વક સુવર્ણકલશ સ્થાપન કર્યો, અને તેની પૂજનિમિત્તો નગરની બહાર ચંપક, અશોક, પુનાગ, કેતકી અને પાટલ વિગેરે વૃક્ષે યુક્ત એક બગીચો તેણે કરાવ્યો. વળી જિનસ્નાત્ર કરનારાઓની સુગમતા માટે તે બગીચાની નજીકમાં તેણે તાપી નદીના જેવા સ્વાદિષ્ટ જળવડે પૂર્ણ એક વાવ કરાવી અને ત્યાંના રાજાની આજ્ઞાથી તેણે તે ગામના સીમાડાની સર્વ ઈબ્રુવાટિકાઓ દેવદ્રવ્ય નિમિત્તે અપાવી. ત્યાં પૂજામહેસમાં એક લક્ષ દ્રશ્નને
વ્યય કરીને કેટધ્વજોના ગૃહેથી યુક્ત એવા કેટીના રીપુર (કેડીનાર)માં તે આવ્યા. ત્યાંના વ્યવહારીઆઓએ કરેલો નવીન પ્રવેશોત્સવ જોઈને સુજ્ઞશિરોમણિ એ વસ્તુપાલ પણ આશ્ચર્ય પામ્યા. ત્યાં વિજ સહિત શ્રીનેમિ પ્રભુનું ચૈત્ય કરાવીને તેણે વસુધાને વિભૂષિત કરી, અને સમ્પ્રભાવયુક્ત શ્રીઅંબિકા દેવીનું ભક્તિપૂર્વક પૂજન કરીને સમસ્ત શ્રીસંઘનાં વિદને તેણે દૂર ક્ય. વળી નવા ઉદ્ધાર કરાવેલા તે દેવીના ચૈત્ય પર સુવર્ણકળશ સ્થાપીને તેના પૂજારીઓને તેણે સાત વર્ષાસને બાંધી આપ્યાં. ત્યાંથી દેવપત્તન (દીવ)માં આવતાં દેવોને પણ દુર્લભ એવી શ્રી ચંદ્રપ્રભ ભગવંતની તેણે ભક્તિપૂર્વક પૂજા કરી. કહ્યું છે કે દેવપત્તનમાં ઇંદ્રાથી સ્વંયમાન એવા ચંદ્રપ્રભ પભુની પૂજા કરતાં ઉચિત ચતુરાઈયુક્ત એવા તેણે પોતાના આત્માને પુણ્યશાળી કર્યો. દેવપત્તનમાં તેજપાલ મંત્રીએ કેલાશગિરિના શિખર સમાન શ્રીઆદિનાથનું નવીન રમૈત્ય કરાવ્યું અને શ્રીચંદ્રપ્રભ સ્વામીના પ્રાસાદની પાસે