________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
'
હવે એક દિવસે દારિદ્રયરૂપ અગ્નિથી સતપ્ત થયેલી તે શેઠની સ્ત્રીએ તેને કહ્યું કે- હે નાથ ! મારા પિતાના ભવનમાં અગણિત સ...પત્તિ છે, માટે આ કષ્ટ આપનારા સ્યાના સત્વર ત્યાગ કરીને સુખનિર્વાહને માટે આપણે ત્યાં જઈએ.' એટલે શેઠ ઓલ્યા કે- અત્યારે હુ ધનહીન થયેલેા છું, તેથી ત્યાં જતાં મને લેશ પણ સન્માન મળવાનું નથી, કારણ કે શ્રીમતાજ સત્ર સન્માન પામે છે.' આથી પુનઃ તે સ્ત્રીએ કહ્યું કે હું આ પુત્ર ! ત્યાં નિવાસ કરવા જવાને તમે ન ઈચ્છતા હા, તાપણું કંઈક દ્રવ્ય લાવવા નિમિત્તે તમે જાએ.’ એ પ્રમાણેનાં તે સ્ત્રીના આગ્રહથી ધર્માત્મા શ્રઠ્ઠી એકલા પગે ચાલીને કંઈક ધનની આશાએ પોતાના સસરાના ઘરે ગયા, પર`તુ નિર્ધનપણાથી ત્યાં કોઈએ તેને સન્માન પણ ન આપ્યું, કારણ કે મહાદેવ દિગંબર હોવાથી ફૂલી કહેવાય છે અને વિષ્ણુ લક્ષ્મીયુક્ત હોવાથી પુરૂષાત્તમ કહેવાય છે.' પછી વિલક્ષ થઇને ત્યાંથી પાછા ફરી પાતાના ઘર તરફ આવતાં ગામની નજીક નદીના તટ પર તે રાતવાસેા રહ્યો; ત્યાં ઉપવાસી તથા પવિત્ર મનવાળા એવા તે અક્ષમાળાના અભાવે નિળ કાંકરાથીજ નમસ્કારની ગણના કરવા લાગ્યા અને મૌન ધારણ કરી પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરતાં ચેાગીની જેમ તન્મય ભાવને પ્રાપ્ત થયેલ એવા તે શ્રેષ્ઠી અત્યંત ધૃતિને પામ્યા. પછી પરમેષ્ઠી મહામંત્રના શુદ્ધ જાપથી પવિત્ર થયેલા તેજ કાંકરા પેાતાની ગાંઠે બાંધીને તે ધરે આભ્યા, અને આ તારા પિતાને ત્યાંથી લાવ્યેા
6
૩૨૨