SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર છે એવું દુરિતને દૂર કરનાર ભગવંતનું સ્નાત્ર કર્યું. સુગધી જળથી પ્રભુનું સ્નાત્ર કરતાં તેમણે પિતાના દેહને પાવન ક–એ આશ્ચર્યની વાત છે. પછી “ધ્યાનમંડળની ધારા સમાન પવિત્ર એવી આ અભિષેકની જળધારા પુનઃ ભવ-ભવનના ભિત્તિભાગનું ભેદન કર.” એ પ્રમાણે બેલતા શ્રાવકોએ સંતાપની ઉપશાંતિ નિમિત્તે શ્રીજિનબિંબ ઉપર શુદ્ધ જળની ધારા કરી. પછી સુગંધી કાષાયિક વસ્ત્રથી રત્નાદશની જેમ ઉજજવળ એવા ભગવંતનું ઉન્માર્જન કર્યું. ત્યારપછી મંત્રીશ્વરે કપૂર અને કેશરમિશ્ર ચંદનથી ભગવંતના અંગે વિવિધ રચનાથી રમ્ય વિલેપન કર્યું. એ રીતે અષ્ટ પ્રકારે શ્રી ગષભ પ્રભુનું પૂજન કરીને તેમણે ભગવંતની આગળ તંદુલના અષ્ટ મંગળ આલેખ્યા. પછી સર્વ ભેજ્ય વસ્તુ સહિત નિવેદ્ય, નાગરવેલના પાન તથા વિવિધ ફળો તેણે પ્રભુ આગળ ધર્યા. એ પ્રમાણે પૂજનીય એવા આદિનાથ ભગવંતનું સ્નાત્ર તથા પૂજન કરીને પ્રમોદથી રંગિત થયેલા મંત્રીએ પ્રભુની આગળ રમ્ય રમણી પાસે નૃત્ય કરાવ્યું. તે વખતે પૂજ્યતમ એવા ભગવંતને પૂજાવિધિ રચતાં સકુંકુમ અને સ્નાત્રજળને મિષથી જાણે પિતાનો ભેગરાગ ગળતે હોય-એમ મંત્રીશ્વરના જોવામાં આવ્યું. વળી પરિપુષ્ટ શુશ્રષાથી જિનેશ્વર ભગવંત કેવળ તેના હૃદયરૂપ ચકમાંજ રમતા નહોતા, પરંતુ તેનું અંતઃકરણ પણ પ્રભુમાં રમતું હતું. કસ્તૂરી પ્રમુખ ઉત્કૃષ્ટ પૂજા ઉપચારથી પ્રસન્ન થયેલા ભગવંત પિતે સ્વભાવથી વીતરાગ છતાં તે મંત્રીશ્વર પર જાણે રાગી બની ગયા હોય
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy