________________
૩૧૦
શ્રાવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ' તીર્થોદક, ચંદનદ્રવનું ભાજન, દહીં, દુઘ અને ધૃત, ધૂપધાની, નાંદી, મંગળ ગીત, નૃત્ય કરનારા, તેત્ર અને મંત્ર ધ્વનિ. કરનારા, પક્વાન્નો, ફળો અને પૂર્ણ કળશે–એ બધાં વાનાં સત્વર તૈયાર કરે.” વળી “હે સુરાસુરો, મનુષ્ય, નાગેકો. અને વિદ્યાધરે ! જગતના એક વિભૂષણરુપ એવા ભગવંતના માલ્યુદયરુપ અને સફળતા પૂર્ણ પાત્રરુપ સ્નાત્રમાં તમે બધા એકત્ર થઈને સંનિહિત થાઓ.” આ પ્રમાણે આઘેષણ કરી હાથમાં પુપ લઈને મંત્રીશ્વરે પવિત્ર વાણીથી સર્વ દિપતિઓને આમંત્રણ કર્યું કે શ્રીમાન ઈંદ્ર, અગ્નિ, યમ, વરૂણ, નૈઋત, વાયુ, કુબેર, ઈશાન, નાગે અને બ્રહ્મ એ સર્વ દિગીશ્વર શ્રીસંઘને મંગળકારી થાઓ.” આ પ્રમાણે કહીને મંત્રીશ્વરે મંત્રોચ્ચારપૂર્વક જિનેદ્રપદમાં લીન એવા દિફપતિઓની પુષ્પાદિકથી પૂજા કરી. ત્યારપછી –
मुक्तालंकारविकार, सारसोमत्वकांतिकमनीयम् । सहजनिजरूपनिर्जित-जगत्रय पातु जिनबिंबम् ।।
અલંકારરૂપ વિકારથી મુકત, સાર સૌમ્યતાવાળી કાંતિથી મનહર અને પિતાના સહજ રૂપથી ત્રણે જગતને. જીતનાર એવું જિનબિંબ અમારું રક્ષણ કરો.” આ પ્રમાણે બોલતા શ્રાવકોએ મંત્રીશ્વરના આદેશથી શ્રીમૂળનાયકના બિંબ પરથી ભક્તિપૂર્વક પુષ્પ અને અલંકાર ઉતાર્યા. પછી “હે સ્વામિન્ ! ભવ્ય જનોને ભવસાગર તરવામાં એક કોણિરૂપ, લક્ષ્મીને આપનાર, નિરંતર સલ્ફળને આપવામાં કલ્પલતા સમાન, મેક્ષના એક પરમ માર્ગરૂપ અને સૌરભ્યના અતિશયથી મહિમાને પ્રાપ્ત થયેલી એવી