SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર (ધંધુકા) સમીપે આવ્યા. એટલે ત્યાંના રાજાએ નિયુક્ત પુરૂષોના હાથે વસ્તુપાલ મંત્રીને મણિ માણિકયના ભેટણાં માકલાવીને હસ્તીના સ્કધ પર જિનાલયાને પધરાવી સર્વ સંધલાકને આનંદકારી એવા પુરપ્રવેશમહાત્સવ કર્યાં. ત્યાં પણ પૌરજનાના સàાષને માટે અને પેાતાના સુકૃત નિમિત્તે તેણે જિનચૈત્યાદિક અનેક ધર્મકાર્યો કર્યા. એ ધૂંધૂકપુરમાં આપત્તિને નષ્ટ કરનાર એવા વસ્તુપાલે અષ્ટાપદ ચૈત્યમાં ચાવીશ જિનબિંબાની સ્થાપના કરી. વળી પ્રાણીએના પાપસંતાપને શાંત કરવા તેણે તેજ રૌત્યમાં એક વીર પ્રભુના બિંબની પણ સ્થાપના કરી. વળી કુમારપાળ રાજાના દેરાસરમાં મૂળનાયકની સ્થાપના કરીને તેણે તેની ઉપર એક સુવર્ણ મય કુંભ કરાવ્યા. તેમજ ચતુર જામાં અગ્રેસર એવા તેણે જન્મવસહીના પશુ ઉદ્ધાર કરાબ્યા અને તેના શિખર પર એક નવીન સુવર્ણ કુંભની સ્થાપના કરી. વળી તેજપાલ મંત્રીએ શ્રીમાઢવસહીમાં દિવ્ય પૂતળીઓયુક્ત, નિર્મળ (આરસ) પાષાણના એક નવીન રંગમ ́ડપ કરાવ્યેા. વળી તે નગરના પરિસરમાં તે મંત્રીશ્વરે ધનિમિત્તો ત્રણ ધર્મશાળા, બે વિદ્યામઠ અને ત્રણ દાનશાળાઓ કરાવી. તેમજ તેજપાલ મંત્રીએ પેાતાના સ્વામીના સુકૃત નિમિત્તે ધંધુકા અને અડાલા વચ્ચે એક પરખ સહિત તળાવ કરાવ્યું. ૩૦૨ * વસહી શબ્દ દેરાસર અથવા ટુકવાચક છે. ખરતરવશી, છીપાવશી વિગેરેમાં વશી શબ્દ વહીને અપભ્રંશ છે.
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy