________________
૨૯૨
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સંઘની રક્ષા કરવાને માટે નિયુક્ત થયેલે, ચાલાક પુરૂમાં અગ્રેસર, દિવ્ય શ્વેત આતપત્ર તથા ચામરોથી વિરાજિત, પંચરત્ન નામના અશ્વ પર આરૂઢ થયેલે, વિજયી અને વિશાળ સંપત્તિથી ઈંદ્ર સમાન ભતે તેજપાલ મંત્રી પણ સાથે ચાલ્યો. તેમજ માર્ગમાં પણ અતિથિસંવિભાગવ્રતને ત્રિકરણને બરાબર પાળતી, શીલ અને સમ્યકત્વથી. ઉજજવળ, અને બાળ, ગ્લાન, આર્ત તેમજ વૃદ્ધ એવા શીલવંત સાધુઓને વિધિપૂર્વક યથાયોગ્ય વસ્તુઓનું દાન દેતી અનુપમા દેવી પણ સાથે ચાલી. ગાર્ન મુનિને રેગ. શાંત થાય તેવું પ્રાસુક ઔષધ આપતી, સર્વ સાધુઓને સદા પ્રવર ભેજ્ય વસ્તુ આપતી, વસ્ત્રના ઈરછકને વસ્ત્ર આપતી અને સુપાત્રને ભક્તિપૂર્વક પાત્ર આપતી એવી તે પુણ્યવતી અનુપમા દેવી જિનશાસનમાં એક સુવિખ્યાત માતા સમાન હતી.
શ્રીમાનું શ્રેમસંઘ સહિત સર્વત્ર મનુષ્યના મનેરથને પૂરતા, વિધિપૂર્વક જિનપ્રતિમાની અષ્ટવિધ પૂજા. કરતા, ધર્મવૃદ્ધિને માટે સર્વત્ર સમ ક્ષેત્રોને ઉદ્ધાર કરતા, હજારો શ્રાવકોને ગૌરવ સહિત ભેજન કરાવતા, ગુણવંત એવા સર્વ સાધુઓને નિરંતર વંદન કરતા અને સદાચારમાં પરાયણ એવા તે બંને ભ્રાતા તીર્થયાત્રા નિમિત્તે ચાલતાં અનુક્રમે વર્ધમાન નામના મહાપુર પાસે આવી પહોંચ્યા.. ત્યાં નિર્મળ જળસંપત્તિવાળા સરોવરને તીરે તે બંને સંઘપતિ સારા ઘર જેવા મોટા તંબુ નખાવીને તેમાં રહ્યા.