________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
છે એવા અદ્યરાજ મંત્રીને આચાર્ય ભગવંતે દેવીએ દર્શાવેલ સ્વરૂપ કહી બતાવ્યું. પરિણામે સૂરિમહારાજે કહેલ દેવતાના આદેશથી તે કુમારદેવી અદ્યરાજ મંત્રીની અર્ધાંગના થઇ અને લક્ષ્મીથી કૃષ્ણની જેમ એ પત્નીથી અધરાજ મ`ત્રી સુજ્ઞ જનામાં અસાધારણ ખ્યાતિને પામ્યા. વળી ગંગા જેમ પેાતાના નૈલ્ય ગુણથી ત્રણ જગતને પાવન કરે છે તેમ એ સતીએ પેાતાના ગુણાથી માત, તાત અને પતિનાં ત્રણે કુળને પાવન કર્યા”.
L
એકદા જાણે સાક્ષાત્ પેાતાના સ્કુરાયમાન ભાગ્યની રચના હોય એવી તે કુમારદેવી સહિત પોતાના પિરવારને લઈ ને સ્વજનેાની અનુમતિથી અશ્વરાજ ચૌલુકય રાજાએ પ્રસન્ન થઇને અર્પણ કરેલા સુહાલક નામના નગરમાં જઈ ને રહ્યો. ત્યાં પણ કલ્પલતા સમાન તે સ્ત્રીના પ્રભાવે મત્રી ત્રિવર્ગ (ધર્મ, અર્થ અને કામ)ના ઉદયયુક્ત સર્વાંગ સપત્તિથી વૃદ્ધિ પામવા લાગ્યા.
અનુક્રમે કુમારદેવીએ પોતાના અદ્ભુત શૌચથી ગંગાના પ્રવાહની જેમ સુમનસા(દેવા અને સુજ્ઞા)ને પણ પ્રશંસનીય એવા ત્રણ પુત્રાને જન્મ આપ્યા. તેમાં પ્રથમ મલ્લુદેવ નામે પુત્ર થયા. જે યશસ્વી પુરૂષામાં અગ્રેસર તરીકે પ્રખ્યાત થયા અને જે પુરૂષરનથી આ વસુંધરા રત્નગર્ભા કહેવાણી. એ મહદેવ અને કૌસ્તુભમાં એટલી જ ભિન્નતા હતી કે—એ મહૃદેવના હ્રદયમાં સદાજિત હતા અને કૌસ્તુભ તા સદા જિનના હૃદયમાં રહેતુ હતું. બીજો