________________
ષષ્ઠ પ્રસ્તાવ
૨૮૩
પ્રણામ કર્યા. “હે સંઘભારને ધારણ કરવામાં ધુરંધર ! તમે જયવંત રહે, દીર્ધાયુષી થાઓ અને ચિર કાળ આનંદ પામે !” એ પ્રમાણે પ્રસન્ન થયેલા બ્રાહ્મણોએ તેમને આશીર્વાદ આપ્યા. પછી મર્યાદાને જાણનાર વીરધવલ રાજાના વિપ્રગુરૂએ વેદમંત્રોચ્ચારપૂર્વક તેમને તિલક કર્યું. ત્યારપછી અનુક્રમે સર્વ પ્રકારનાં મંગલપૂર્વક સર્વ સંઘપતિઓએ આનંદપૂર્વક તેમને વધાવ્યા અને આનંદ પામતી સર્વ હેનેએ તેમનાં નવે અંગે યુક્તિપૂર્વક તિલક રચીને ઉરચ સ્વરે માંગલિક આશીષ આપી, કારણ કે-“તેમના ચરણ તીર્થમાર્ગ તરફ જવામાં તત્પર છે, તેમના ધન્યતમ હાથ દારિદ્રયને નિર્મૂળ કરવાના વ્રત યુક્ત છે, તેમનો કંઠ જગતને પ્રિય વચન જ કહે છે, તેમની ભુજાઓ અનાથનું રક્ષણ કરવાને સમર્થ છે અને તેમનું લલાટ ભાગ્યભરથી અભિરામ લિપિ યુક્ત છે, માટે તીર્થયાત્રાના માંગલિક પ્રસંગે લોકે સંઘપતિના પ્રત્યેક અંગની પૂજા કરે છે.”
ત્યારપછી પોતાના પરિવાર સહિત નાગૅદ્રગછના આચાર્યે ભક્તિથી નમ્ર એવા તેમને આશીષ આપી કેપ્રથમ શ્રીભરતેશ્વર વિગેરે શ્રેષ્ઠ રાજાઓએ પૃથ્વી પર જે પદની શરૂઆત કરી છે, તત્વથી જે પદ શ્રેયેશ્વર્યના પદ કરતાં પણ મોટું ગણાય છે, જિનપદવીની પ્રાપ્તિ માટે જે પદ એક કોલરૂપ છે, જે શિવલક્ષ્મીના ગૃહરૂપ છે અને સર્વોત્કૃષ્ટ સ્થિતિરૂપ છે એવું શ્રીસંઘપતિનું પદ તમારામાં વિજયવંત વર્તે છે. પછી મંત્રીશ્વરે પોતે કેટલાએક યોગ્ય.