________________
૧૪ પ્રસ્તાવ
૨૮૧
રહે છે.' આ વખતે શ્રીવસ્તુપાલ સાથે ઘણા લાકો પાથેય (ભાતું), રસ્તામાં ચાલે તેવી ગાડીઓ, ઉપાનહ અને જળભાજન વિગેરે સાધના સહિત પ્રયાણ કરવાને તૈયાર થયા અને તેમણે આદરપૂર્વક દૂરથી ખેલાવેલા શ્રાવકો પણ આવી પહેાંચ્યા, પણ તેની કીતિ તા દશે દિશામાં દૂરજ ચાલી ગઈ. એટલે આગમનેાત્સવ કરતાં વિનયયુક્ત એવા મત્રીએ તે સને યથાયાગ્ય સત્કાર કર્યાં. પછી સ`ઘ્રપતિપદના મહોત્સનિમિત્તો સર્વ સંધ તેમને મદિરે આવ્યા, અને પેાતાના અ'તઃપુર અને સ સમૃદ્ધિ સહિત શ્રીવીરધવલ રાજા પણ અનેક ક્ષત્રિયા સાથે તેમને ત્યાં આવ્યા. વળી જગતમાં રિષ્ઠ એવા મંત્રિરાજના મદિરે સદાચારી મુનિએથી પરિવૃત્ત, શીળવડે સુગંધિત અને સૂર્ય સમાન તેજસ્વી એવા શ્રીનાગેદ્ર અને મલધારીગચ્છના આચાર્યાં પણ પધાર્યા. તેમજ ગામ, નગર, પુર અને પત્તનના અન્ય રાજાએ પણ પોતપાતાના સબધવાળા શ્રેષ્ઠીઓ, સામતા, મત્રીએ અને વ્યવહારીએ સહિત ત્યાં આવ્યા. સભાના અભિપ્રાયને જાણનારા હરિહર જેવા ભાટ અને દીવ સહિત કેટલાક પ્રતિભાશાળી પુરૂષો પણ ત્યાં હાજર થયા. વળી સર્વજ્ઞમતમાં સૂર્ય સમાન, ચેારાશી જ્ઞાતિના શણગારરૂપ, સત્યપણાની સ્થિતિથી સુશાભિત તથા પત્તન, સ્તભતી અને ચિત્રકૂટના વસનારા સર્વ સંઘપતિએ પણ તીર્થયાત્રાની સ સામગ્રી સહિત ત્યાં આવ્યા.