SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રસ્તાવ ૨૭૫ ત્યારપછી સંઘવાત્સલ્ય કરીને ભરત મહારાજે રત્ન, વસ્ત્ર અને અલંકાર વિગેરેથી શ્રીસંઘને સત્કાર કર્યો. ભરતેશ્વરની પછી તેમના પુત્ર આદિત્યયશા વિગેરે પુણ્યસંપત્તિયુક્ત અસંખ્ય રાજાઓ સંઘપતિ થયા. હે વસ્તુપાલ! આ કલિયુગમાં તેમને માર્ગ પ્રકાશિત કરવાનું સામર્થ્ય વિશ્વના સૂર્યરૂપ એવા તમારામાં છે એમ અમારા જેવામાં આવે છે, માટે રવિ સમાન ભાસુર એવાં એ બંને તીર્થોની જગત્ ઉલ્લાસ પામે એવી રીતિથી યાત્રા કરવી તમારે ઉચિત છે. સમસ્ત લોકને પાવન કરનાર એવા શ્રીપુંડરીકાચલ તથા રેવતાચલની જે મનુષ્ય પિતાના ન્યાયપાર્જિત વિત્તથી વિધિપૂર્વક યાત્રા કરે છે તેને ધન્ય છે. હે મહામંત્રિમ્ હવે સમ્યગ્યાત્રાને વિધિ કહું તે સાંભળો, કે જે વિધિપૂર્વક યાત્રા કરવાથી પુરૂષને મુક્તિ પ્રાપ્ત થાય છે. તે વિધિ આ પ્રમાણે - જે માતાપિતાને ભક્ત હોય, સ્વજન અને પરજનને આનંદ આપનાર હોય, પ્રશાંત અને શ્રદ્ધાળુ હોય, શુદ્ધ બુદ્ધિ, મદ અને કલહરહિત, સદાચારી અને દાતા હે; અક્ષેભ્ય, મુમુક્ષુ, પરમાં ગુણના ઉત્કર્ષને જોઈ આનંદ પામનાર અને કૃપાળુ હોય; ખરેખર ! સાક્ષાત્ દેવત સમાન એ તે પુરૂષ સંઘપતિના પદને અધિકારી થઈ શકે છે. વળી યાત્રાફળને ઈછનારા સંઘપતિએ મિથ્યાત્વીઓને સંસર્ગ અને તેમનાં વચનમાં કિંચિત્ આદર પણ ન કરે. તેણે પરતીર્થ કે પરતીથની નિંદા કે સ્તુતિ ન કરવી અને
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy