SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ પંચર્મ પ્રસ્તાવ " ૨૬૩ હતું. તે રાજાઓ તથા ક્ષમાવંતોમાં મુખ્ય હતા. વળી ઇષભ પ્રભુના ચેરાશી હજાર શિષ્યોમાં અને દ્વાદશાંગીને ધારણ કરનાર તેમના ગણધરોમાં પણ પ્રથમ થયા. તે પુંડરીક સ્વામી ચિત્ર મહિનાની શુકલ પૂર્ણિમાને દિવસે પાંચ કોટિ સાધુએ સહિત કેવળલક્ષ્મીની લીલાથી કટાક્ષિત થઈને (કેવળજ્ઞાન પામીને) ત્રણે લોકમાં પાવન એવા આ ગિરિરાજ પર આરહણ કરી શાશ્વત સુખવાળી અને મહા પવિત્ર એવી લોકાગ્રપદવીને પામ્યા. અહીં પુંડરીક ગણધર પ્રથમ મોક્ષે ગયા, તેથી એ તીર્થ પુંડરિકગિરિ એવા નામથી ત્રણે જગતમાં પ્રખ્યાત થયું. વળી અહીં અસંખ્ય મુનિઓ મેક્ષે ગયા છે તેથી વિશ્વવંદિત એવું એ તીર્થ સિદ્ધાચળના નામથી પ્રસિદ્ધ થયું. એ તીર્થના આરાધનથી પૂર્વે શુક રાજાએ દુર્જય શત્રુઓને જય કર્યો, તેથી એ તીર્થ શત્રુંજયના નામે પ્રસિદ્ધ થયું. એ ગિરિની સેવાથી તિર્યંચે પણ સર્વીગે વિમળ થયા, તેથી એ તીર્થ વિમળાચળના નામે પ્રખ્યાત થયું. જગતને પૂજ્ય એવા અસંખ્ય જિનેકો પૂર્વે દેવે સહિત અહીં સમોસર્યા, તેથી એ જેનેદ્ર પર્વતના નામથી વિખ્યાત થયું. કૂરકમ પ્રાણ પણ એના આરાધનથી મુક્તિયેગ્ય થાય છે, તેથી એ મુક્તિનિલયના નામે પ્રખ્યાત થયું. ત્રણે જગતનાં તીર્થોમાં સર્વોત્તમ ગુણેથી એ રાજલક્ષમીને ધારણ કરે છે, તેથી એ તીર્થરાજના નામથી ખ્યાત થયું. સર્વ જીવોનાં સર્વ કામ (ઈચ્છા ) પૂર્ણ કરવાથી એ કામદ કહેવાય છે અને પુણ્યરાશિને પ્રકાશ કરવાથી એ પુણ્યરાશિ કહેવાય છે. પંદર પ્રકારના
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy