________________
પંચમ પ્રસ્તાવ
૨૨૯
આનંદરૂપ કંદને વધારવામાં અમૃતના મેઘ સમાન એવા હે મહાત્મન્ ! તમે જય પામો.” આ પ્રમાણે સ્તુતિ કરીને અંતરમાં અત્યંત આનંદિત થયેલા તે રાજકુમારે મુનીશ્વરને પ્રણામ કરીને બેઠા, એટલે દયાળુ એવા મહાત્માએ તેમને આ પ્રમાણે ધર્મોપદેશ આપ્યો.
પંચેંદ્રિયપણું, મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, સદ્દગુરૂની જોગવાઈ, આગમ શ્રવણની ઈચ્છા, આરોગ્ય, દીર્ધાયુષ્ય અને ચરણ (ચારિત્ર) એ પદાર્થો આ સંસારમાં પામવા અતિ દુર્લભ છે, છતાં પૂર્વના ભેદયથી એ સામગ્રી પ્રાપ્ત કરીને જે પુરુષ સુકૃતથી તેને કૃતાર્થ કરે છે તે ભાગ્યવંત પ્રાણીઓ સ્વર્ગ અને મોક્ષનાં સુખને પામે છે. પિતાના શરીરસુખને માટે પ્રાણીઓ પુત્ર, કલત્ર, વિવિધ પ્રકારનો પરિગ્રહ, ઘર, હાટ અને લક્ષ્મી મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તે શરીર પરાધીન, કૃતજ્ઞ અને અત્યંત અસારરૂપ છે, તો એવા અસાર શરીરથી જેઓ વિશુદ્ધ ધર્મરૂપ નિધાનને ઉપાર્જન કરે છે તેમણે શું ન મેળવ્યું? અર્થાત્ સર્વ મેળવ્યું. પાંચ પ્રમાદે કરીને અને ધન મેળવવાના મેહમાં ફસાઈ જઈને જે પ્રાણી સુકૃતને તદ્દન વિસારી મૂકે તેને દુગતિમાં પડતાં કેણ બચાવી શકે ? મેહને વશ થઈને ધર્મના એક સારભૂત નરજન્મને જે હારી જાય છે તે પ્રાણીને જન્મ અજાગલસ્તનની જે નિષ્ફળ હોવાથી પોતાનું હિત શું કરી શકે? કાંઈ પણ ન કરી શકે. તેથી બાધારહિત અને શાશ્વત એવા સુખને પામવાની