SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પ્રસ્તાવ ૨૨૫ સમાન વિષના આવેગની વ્યથાને દૂર કરનાર અને સાક્ષાત જાણે પુણ્યને સમૂહ હેય એ સ્થૂળ મુક્તાફળને સર્વાર્નાિવિનાશક નામે હાર તેણે રાજાને ભેટ કર્યો. તે અદ્દભૂત હાર જોઈને રાજાએ આશ્ચર્ય સાથે તેને પુછ્યું કે – હે ભદ્ર! પુણ્ય- * હીનને દુપ્રાપ્ય એ આ હાર તને ક્યાંથી પ્રાપ્ત થયો ?” એટલે તે બે કે-“હે દેવ ! તમારા ચરણકમળને નમસ્કાર કરીને અહીંથી પુર્વ દિશા તરફ ચાલતાં હું દ્રૌપદિકા નામની ભયંકર અટવીમાં જઈ પહોંચ્યો. ત્યાં તૃષાતુર હરિણીની જેમ જળને માટે આમતેમ નજર ફેરવીને ભમતાં મેં ભવ્યજનોના અંતર અજ્ઞાનને દૂર કરનાર, દેવતાઓથી સેવ્યમાન, તપવડે સૂર્ય સમાન તેજસ્વી અને જાણે મૂર્તિ માન્ ધર્મ હેય એવા ગુણધર નામના મહાત્માને જોયા. એટલે સૂર્યને જોતાં જેમ ચકવાક આનંદ પામે તેમ તે મુનિને જોઈને હું પરમ આનંદ પામ્ય અને વિધિપૂર્વક તેમને પ્રણામ કરીને હું તેમની પાસે બેઠે. હવે ત્યાં પ્રથમથીજ દિવ્ય આભૂષણયુક્ત અને પિતાના શરીરની કાંતિથી ધરાતળને ઉદ્યતિત કરનાર એવો કોઈ દેવ બેઠે હતે. સુધાસ્વાદ સમાન મધુર તેના દર્શનથી મારું મન અત્યંત આનંદ પામ્યું અને મને જોતાં તે દેવ પણ પ્રમોદ પામ્યો. પછી તે દેવે મુનીશ્વરને પ્રણામ કરીને પૂછયું કે-“હે ભગવદ્ ! આને જોતાં મારા અંતરમાં કેમ અધિક હર્ષ ઉત્પન્ન થાય છે?” એટલે મહાત્માએ કહ્યું કે-“ભવાંતરમાં એ તારો લઘુ બ્રાતા હતા, તેથી એને જોતાં તને પ્રેમ ઉપજે ૧૫
SR No.023188
Book TitleVastupal Charitra
Original Sutra AuthorN/A
AuthorMahodayvijay
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy