________________
૨૨૦
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
કોટાકાટી સાગરોપમની અને નામકમ તથા ગાત્રકની વીશ કોટાકોટી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહેલી છે. હવે ગિરિનઠ્ઠીથી ગાળ થતા પાષાણના ન્યાયથી યથાપ્રવ્રુત્તિકરણ ચાગે એ સ્થિતિના નાશ કરીને દેશેન્યુન એક કોટાકોટી સાગરાપમ પ્રમાણુ શેષ રાખીછે કેટલાક સાત્ત્વિક જીવા અપુત્ર કરણરૂપ કુઠારવડે દુર્ભેદ્ય એવા ગ્રંથિભેદ કરે છે. જીવના રાગદ્વેષરૂપ પરિણામને ગ્રંથિ કહેવામાં આવે છે. તે વાંસની જેમ અત્યંત દુર્ભેદ્ય-દુચ્છેદ્ય અને નિબિડ હાય છે. તેના ભેદ કરીને અનિવૃત્તિકરણવડે અંતુરકરણ કરી આગળ વેઢવા લાયક મિથ્યાત્વદળના બે વિભાગ કરી, તેમાંના નાના અંતર્મુહૂત્ત પ્રમાણ સ્થિતિના દળને પ્રથમ વેદી લઈ મિથ્યાત્વને વિરલ કરીને ઈષ્ટ રાજ્યની જેમ અંતર્મુહૂત્ત પ્રમાણ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. તે વખતે જે સમ્યગ્ શ્રદ્ધાન પ્રાપ્ત થાય છે તે ઔપશમિક સમ્યકત્વ કહેવાય છે. આવી રીતે સ્વાભાવિક ગ્રંથિભેદ કરવાથી જે પ્રાપ્ત થાય તેને નૈસગિક સમ્યકત્વ કહેવામાં આવે છે; અને ગુરૂમહારાજના ઉપદેશથી ગ્રંથિભેદ થતાં જીવને પ્રાપ્ત થાય તે અધિગમિક સમ્યક્ત્વ કહેવાય છે. ઉપશમશ્રેણિએ ચડતાં મેહનીય કની સર્વ પ્રકૃતિ શાંત થતાં જીવને પ્રાપ્ત થાય તે બીજા પ્રકારનું ઔપશમિક સમ્યક્ત્વ કહેવાય છે.
સમિતિ પામેલેા જીવ મિથ્યાત્વાભિમુખ થઇ સમ્યગ્દ નરૂપ પાયસને વસી નાખીને અનંતાનુબધીને ઉદ્દીણુ કરતા સતા સમક્તિરૂપ પાયસના સ્વાદને જે અનુભવ કરે