________________
૨૧૮ શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કે જેના ભંગ અને ઋદ્ધિની ચક્રવર્તી પણ તુલના ન કરી શકે, અને બળીષ્ઠ યૌવન વયમાં પણ પદ્મ સમાન સૌરભવાળી અને દિવ્ય એવી બત્રીશ પદ્મિની સુંદરીઓને જેણે એક ક્ષણ વારમાં ત્યાગ કરી દીધે. મનુષ્ય નરેંદ્રના માનથી ઉલટા વિરક્ત થયા. શંખ સમાન ઉજવળ યશસ્વી અને સુવર્ણ સમાન પ્રભાયુક્ત તથા વિસ્તૃત પુણ્યલમીવાળા એવા જબૂસ્વામી ત્રણે લેકના તિલક સમાન કેમ ન હોય કે જેણે નવાણું કરાડ સેનીયાને તૃણની જેમ ત્યાગ કરીને પિતાની આઠ પ્રિયા સાથે દીક્ષા અંગીકાર કરી,”
આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને સંવેગરસથી પૂરિત એ તે મંત્રીશ્વર વિશેષથી ધર્મકાર્ય કરવાને તત્પર થયે, પછી પિતાના બંધુઓ સાથે ધર્મશાળામાં આવીને અત્યંત ભક્તિના રંગથી તેણે શ્રી નરચંદ્રગુરૂને વંદન કર્યું. એટલે કલ્યાણલક્ષ્મીને વધારનાર એવી ધર્માશિષથી નમ્ર એવા તેને આનંદ પમાડીને ગુરૂમહારાજ સુધાસમાન મધુર વાણીથી ધર્મદેશના આપવા લાગ્યા.
રાજ્યલક્ષમી, ઈંદ્રિયપટુતા, મંત્રીશ્વરપણું, દીર્ધાયુ, ગુરૂસંપત્તિ અને સર્વાગ સુખકર એ સ્વજનસંગ-એ બધાં ધર્મસાધનથી સફળ થાય છે. જે આ આત્મા ધર્મસાધનમાં રક્ત ન થયો તે મનવાંછિત પૂરનાર લક્ષ્મી મળી તેથી શું ? શત્રુઓના શિર પર પગ મૂક્યો તેથી શું? અને હજારે સેવકે હાજર રહ્યા તેથી પણ શું ? સંસારસાગરમાં સર્વ પ્રાણીઓના આધારરૂપ એવા ધર્મને