________________
૨૧૪
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર યાદવકુળમાં સૂર્ય સમાન એવા કૃષ્ણ મહાત્માનું લક્ષમીસહિત. રાજમંદિર સમાન અને દિવ્ય ઋદ્ધિયુક્ત ભૂમિકાવાળું મંદિર કરાવ્યું.
પિતાના બંધુસહિત મંત્રીશ્વરે એ નગરમાં સુવર્ણના કુંભ, ધ્વજ, દંડ અને ઉછળતી પતાકાઓથી ચારે બાજુ પરિ વૃત્ત એવા સેંકડે જિનચૈત્ય કરાવ્યાં. જળ તથા સ્થલમાર્ગથી આવતા વેપારીઓના સુખનિમિત્તે તેણે દાણના બે મંડપ જુદા જુદા કરાવ્યા. તેમજ તક આપવા નિમિત્ત પિતાની બુદ્ધિથી વેદિબંધ કરાવીને કુશળ એવા તેણે શૌચાશૌચને. વિવેક રખા. વળી દયાળુ એવા તેણે નગરમાં માખણ તથા મનુજ-વિક્રય અને પાડા વિગેરેની હિંસાનાં પાપકાને નિષેધ કરાવ્યા, તેમજ પિતાના સ્વામીના શ્રેય નિમિત્તે તેણે વૈદ્યનાથ મહાદેવનું મંડપ સહિત એક નવું મંદિર કરાવ્યું. વળી પિતાના રાજાના શ્રેય નિમિત્તે તેણે શ્રી ભટ્ટાદિત્ય દેવના મંદિરમાં મૂર્તિની ઉત્તાનપીઠિકા તથા સુવર્ણ મુગટ કરાવ્યો. તેમજ ભીમેશ મંદિરના શિખર પર તેણે પિતાના પ્રતાપ સમાન દેદીપ્યમાન સુવર્ણ કળશ અને ધ્વજદંડ કરાવ્યું. વળી પિતાના મનરૂપ રંગભૂમિના મધ્ય ભાગમાં ભક્તિને નચાવનાર એવા તેણે પિતાના કુળદેવની આગળ એક રંગમંડપ કરાવ્યું. વળી પિતાની માતાના શ્રિય નિમિત્તે તેજપાલ મંત્રીએ ત્યાંજ અસાધારણ કાંતિવાળી શ્રી અરિષ્ટનેમિની પ્રતિમા સ્થાપના કરી. તેમજ ચૌલુક્ય રાજાએ કરાવેલ શ્રી આદિનાથના ચિત્યમાં જાણે